વિસાવદર તાલુકાના મોણીયા (નાગબાઈ ) ગામે સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન. - At This Time

વિસાવદર તાલુકાના મોણીયા (નાગબાઈ ) ગામે સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન.


વિસાવદર તાલુકાના મોણીયા (નાગબાઈ ) ગામે આવનાર તારીખ 21/5/2023ના રોજ પ. પૂ. લીલાધરબાપા અન્નક્ષેત્ર આયોજિત તૃતીયસમૂહ લગ્નનુ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
લોક ગાયક તેમજ અભિનેતા એવા કેશવભાઈ બારોટ દ્વરા દર વર્ષ આ સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રભુતામાં પગલાં પાડનાર દંપતીઓને દાતાઓ તરફથી કન્યાદાન અને અન્ય ભેટ પણ આપવામાં આવે છે.
કેશવ બારોટ દ્વરા આ ભગીરથ કાર્ય થઇ રહ્યું છે. તેનો લાભ ઘણા નાના કુટુંબ પરિવારને લાભદાયક બન્યો છે. આ સાથે આવા ભગીરથ કાર્યમાં જોડાવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
આવનાર તારીખ 21/5/2023 ના રોજ આ સમૂહ લગ્નમા પધારવા આથી નિમંત્રણ પણ આપવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.