" ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓ દ્રારા પડતર પ્રશ્નો અંગે સુત્રોચ્ચાર કરી ઉગ્ર આંદોલનની શરૂઆત " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sjxf7xsmdwx1k5ur/" left="-10"]

” ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓ દ્રારા પડતર પ્રશ્નો અંગે સુત્રોચ્ચાર કરી ઉગ્ર આંદોલનની શરૂઆત “


( અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના નેજા હેઠળ )

રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

અખીલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના નેજા હેઠળ હાલમાં રાજ્યભરની ૧૫૬ જેટલી નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉગ્ર આંદોલનની ચિમકી સાથે આંદોલનના શ્રીગણેશ કર્યા છે. ત્યારે ડભોઇ નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી, રોજમદાર, તેમજ ફિક્સ પગારના કર્મચારીઓએ નગરપાલિકાના પરિસરમાં ભેગાં થઈ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. તૂમજ મહામંડળ આદેશ આપશે તો ઉગ્ર આંદોલનના ભાગરૂપે હડતાળ ઉપર ઉતરી જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
નગરપાલિકાના કમૅચારી મહામંડળના આગેવાનોએ પોતાના પડતર પ્રશ્નો અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બનેલ પાંચ મંત્રીઓની કમિટી સમક્ષ પણ પોતાના પ્રશ્નો રજૂકયૉ હતા. પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી.જેથી હવે ઉગ્ર આંદોલન દ્વારા વિવિધ કાર્યક્રમો આગામી સમયમાં યોજાશે.
નગરપાલિકાના કર્મચારીઓને પંચાયતના કર્મચારીઓની જેમ રાજ્ય સરકારના કર્મચારી ગણવા, જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, જે નગરપાલિકાઓમાં પાંચમાં પગાર પંચ મુજબ પગાર ચૂકવાય છે તેઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવી, ૪૮% મહેકમ ખર્ચનો પરિપત્ર સંપૂર્ણપણે રદ કરવો, તમામ નગરપાલિકાઓમાં એક સાથે સાતમાં પગાર પંચનો અમલ કરવો, નગરપાલિકાઓમાં આઉટસોસિંગની પ્રથા સજનતર બંધ કરવી, વર્ષોથી રોજમદાર - હંગામી કરાર આધારિત કર્મચારીઓ માટે ચોક્કસ નીતિ બનાવી અને તેઓને કાયમી સેટઅપ ઉપર સમાવવા, નગરપાલિકા પસંદગી બોર્ડની રચના કરવી, મેડિકલ એલાઉન્સ માં વધારો આપવો, નગરપાલિકાના વહીવટમાં એક સૂત્રતા જળવાઈ તે માટે ચોક્કસ નિયમો બનાવવા વગેરે જેવા પોતાના પ્રશ્નો અંગે કર્મચારીઓએ નગરપાલિકાના પ્રાંગણમાં ભેગા થઈ સૂત્રોચાર કર્યા હતા. અને આગામી સમયમાં આ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવે અને મહામંડળ આદેશ કરશે તો ઉગ્ર આંદોલનના મંડાણ કરી વિવિધ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]