આયુષ્માન આરોગ્ય મંદિર આધોઈ ૧ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/silb4uyrverxzffl/" left="-10"]

આયુષ્માન આરોગ્ય મંદિર આધોઈ ૧ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી


આજ રોજ ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઈ ના આયુષ્માન આરોગ્ય મંદિર આધોઈ ૧ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નારાયણસિંઘ સાહેબ તેમજ મેડિકલ ઓફિસર ડૉ. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને જાતીયવિકાસ અને ફેરફારો અંગે, પોષણ અને પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ્સ અને પાણી વિશે ઉપરાંત કિશોરીઓને માસિક ધર્મ વિશે, માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી અને સાવચેતી વિશે અને કિશોરાવસ્થામાં આઇએફએ ટેબલેટ લેવાનું મહત્વ આ ઉપરાંત હીમોગ્લોબિન લેવલ વિશે તેમજ હિમોગ્લોબીન નું પ્રમાણ વધારવા પૌષ્ટિક આહાર લેવા કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું તેમજ કિશોરીઓની દસ વર્ષ અને 16 વર્ષ દરમિયાન ટીડી ની વેક્સિન લેવા અંગે સમજણ આપવામાં આવી. સાથે સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો. જેમાં એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર, કોમ્યુનિટી હેલ્થ ઑફિસર યશભાઇ પ્રજાપતી, ફી.હે.વ. વિર્મલાબેન, મ.પ.વ. ભાવેશભાઇ, આશા: ફરીદાબેન સમા, પીયર એજ્યુકેટર તેમજ કિશોરીઓ હાજર રહ્યા.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]