બોટાદની શાળા નં.25 અને શાળા નં.23 માં જાયન્ટ્સ ગ્રુપ ઉપસ્થિતીમાં વિજ્ઞાન મેળો યોજાયો - At This Time

બોટાદની શાળા નં.25 અને શાળા નં.23 માં જાયન્ટ્સ ગ્રુપ ઉપસ્થિતીમાં વિજ્ઞાન મેળો યોજાયો


બોટાદની શાળા નં.25 અને શાળા નં.23 માં જાયન્ટ્સ ગ્રુપ ઉપસ્થિતીમાં વિજ્ઞાન મેળો યોજાયો

આજરોજ 28મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 તુલસી નગર તેમજ શ્રી રામાનંદ આચાર્ય પ્રાથમિક શાળા નં.૨૩ ભગવાન પરા બોટાદ ખાતે કરવામાં આવેલ.જેમાં બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે તેમ જ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવી સમાજમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ કોણ વિકસે એ માટે વૈજ્ઞાનિક પ્રયોગો રજુ કરવામાં આવ્યા.જેની સંપૂર્ણ તૈયારી બાળકો દ્વારા કરેલ અને વૈજ્ઞાનિક મોડલ રજૂ કરી બાળકોએ શાળાના અન્ય ૧૦૦૦ જેટલા બાળકોને વૈજ્ઞાનિક સમજ પૂરી પાડેલ.વૈજ્ઞાનિક મોડલ રજૂ કરેલ તમામ બાળકને જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા ઇનામો આપી પ્રોત્સાહન આપવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા,ડી.એ દીપકભાઈ માથુકિયા,ડી.એફ.દર્શનભાઈ પટેલ,એસ.એમ.ઓ.પ્રકાશ ભીમાણી,મુકેશભાઈ જોટાણીયા તેમજ હરેશભાઈ પીઠવા ઉપસ્થિત રહેલ શાળા પરિવાર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.