સાઉદી અરબના રણમાં ૫૦૦ અબજ ડોલરના ખર્ચે અનોખું સ્માર્ટ સિટી બનશે - At This Time

સાઉદી અરબના રણમાં ૫૦૦ અબજ ડોલરના ખર્ચે અનોખું સ્માર્ટ સિટી બનશે


સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રણમાં એક હાઈ-ટેક સ્માર્ટ સિટી બનાવવા માગે છે. એ માટે શરૃઆતી ૫૦૦ અબજ ડોલરનું બજેટ આપવામાં આવશે. તેને ઈતિહાસનો સૌથી લાંબો અને મુશ્કેલ પ્રોજેક્ટ ગણાવાઈ રહ્યો છે. સાઉદીના વાતાવરણને ધ્યાનમાં રાખીને આખા શહેરનું નિર્માણ થશે.સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એક એવું શહેર બનાવવા માગે છે, જે હાઈ-ટેક સ્માર્ટ સિટી હોય. લોકોના જીવનમાં આ શહેરથી ક્રાંતિકારી પરિવર્તન આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. સાઉદીમાં ઉત્તર-પશ્વિમના સુદૂર રણમાં બેલ્જિયમના ક્ષેત્રફળ કરતાં પણ વધારે વિસ્તારમાં આ શહેર બનાવાશે. તેનું નામ નિયોમ રાખવામાં આવ્યું છે. તેના માટે ૫૦૦ અબજ ડોલરનું ફંડ ફાળવાશે. જે સ્થળે આ શહેરને બનાવવાનો પ્રસ્તાવ રજૂ થયો છે તે સ્થળ ખૂબ જ દુર્ગમ છે.એ વિસ્તાર આકરા તાપથી તપતા લાલ સાગરના તટથી ઉબડ-ખાબડ પહાડી વિસ્તાર સુધી ફેલાયેલો છે. ત્યાં તાજા પાણીનો કોઈ જ સ્ત્રોત નથી. વળી, તાપમાન પણ ૪૦ ડિગ્રી સુધી રહે છે. એવા વિષમ સ્થળે લાખો લોકોને રહેઠાણ મળે તેવા પ્રયાસો સાઉદીની સરકારે શરૃ કર્યા છે. આ શહેર પર્યાવરણને અનુકૂળ બનાવાશે. ત્યાં કૃત્રિમ ચંદ્ર હશે, હવામાં ચાલતી ટ્રેનો હશે. સાગરકાંઠો અંધારામાં પણ ચમકતો હશે. ફ્યુચરિસ્ટિક ઈકો શહેર હશે. પાણી કેવી રીતે પહોંચાડવું અને તે સિવાયની વ્યવસ્થા કેવી રીતે કરવી તે બાબતે સતત સંશોધનો થઈ રહ્યા છે. ક્રાઉન પ્રિન્સે દુનિયાભરના એક્સપર્ટ્સને આ પ્રોજેક્ટમાં લગાડયા છે. અત્યારે દુનિયાના સૌથી મુશ્કેલ પ્રોજેક્ટને સાકાર કરવાની રૃપરેખા તૈયાર થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.