ઉદય સામંતની કાર પર હુમલા મામલે ઉદ્ધવ જૂથના જિલ્લા પ્રમુખ સંજય મોરેની ધરપકડ - At This Time

ઉદય સામંતની કાર પર હુમલા મામલે ઉદ્ધવ જૂથના જિલ્લા પ્રમુખ સંજય મોરેની ધરપકડ


- ઘટનાની નિંદા કરતા સીએમ એકનાથ શિંદેએ તેને કાયરતા ગણાવી હતીમુંબઈ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવારપૂણે પોલીસે ઉદ્ધવ જૂથના જિલ્લા પ્રમુખ સંજય મોરેની ઉદય સામંતની કાર પર થયેલા હુમલા મામલે ધરપકડ કરવામાં આવી છે. ગત મંગળવારની સાંજે ઉદય સામંતની કાર પર ઉદ્ધવ જૂથના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો જેમાં તેમની કારના કાચ તૂટી ગયા હતા. ધરપકડ પહેલા જિલ્લા પ્રમુખ સંજય મોરેએ ટ્વિટ કર્યું હતું કે, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પુણેમાં જબરદસ્ત મીટિંગ કરી હતી. તેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. આ કારણે સરકારે IPC 307 હેઠળ કેસ નોંધીને શિવસેનાના કાર્યકરોની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થક અને પૂર્વ મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે, ગત મંગળવારની સાંજે અજ્ઞાત લોકોએ તેની કાર પર હુમલો કર્યો હતો. જોકે, પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 4 શિવસેનાના કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા હતા. બીજી તરફ ઘટનાની નિંદા કરતા સીએમ એકનાથ શિંદેએ તેને કાયરતા ગણાવી હતી. સીએમ શિંદેએ કહ્યું કે, આવો જીવલેણ હુમલો કરવો એ પુરુષાર્થ નથી કાયરતા છે. કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઉપરાંત સીએમ શિંદેએ કહ્યું કે, જ્યારે ગુનો થાય ત્યારે કાર્યવાહી કરવા માટે પોલીસને બોલવાની જરૂર નથી જે કોઈ નિવેદનો દ્વારા માહોલને બગાડવાનો પ્રયત્ન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું રાજ્યમાં શાંતિ ઈચ્છું છું. આ સાથે જ ભાજપના નેતાએ ઉદય સામંત પર થયેલા હુમલાની પણ નિંદા કરી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.