હેન્ડીક્રાફ્ટના ધંધાર્થીનો ચેક રિટર્ન થતા એક વર્ષની સજા - At This Time

હેન્ડીક્રાફ્ટના ધંધાર્થીનો ચેક રિટર્ન થતા એક વર્ષની સજા


હેન્ડીક્રાફ્ટના ધંધાર્થીનો ચેક રિટર્ન થતા એક વર્ષની સજા

ચેક ની રકમ રૂપિયા 3,15,522/- ચૂકવવા આરોપીને હુકમ

જસદણમાં રામેશ્વર નગર, ગોખલાણા રોડ પર આવેલ ધરતી હેન્ડીક્રાફ્ટ ના પ્રોપરેટર પાર્થ વિનુભાઈ ઢોલરીયા એ હેન્ડીક્રાફ્ટનું રો-મટીરીયલ જસદણની મયુર ટ્રેડર્સ નામની પેઢી પાસેથી કુલ રૂપિયા 3,15, 522/- નો માલ ખરીદ કરેલ અને તે રકમ ચૂકવવા આરોપી પાર્થ ઢોલરીયા એ ખરીદીની રકમનો ચેક ફરિયાદી મયુર ટ્રેડર્સને આપેલ હતો. જે ચેક ખાતામાં અપૂરતું ભંડોળ હોવાથી પરત ફરતા મયુર ટ્રેડર્સના માલિક મનસુખભાઈ સખીયાએ એડવોકેટ શ્રી કેવલ ગોટી મારફત આરોપીને નોટિસ મોકલાવી અને જસદણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવેલ.
આરોપી વિરુદ્ધ જસદણ કોર્ટમાં કેસ ચાલતા ફરિયાદી દ્વારા સોગંદ ઉપર જુબાની આપવામાં આવેલ હતી તેમજ આરોપીની સહીવાળો ચેક સહિત તમામ બિલો રજૂ કરેલ હતા. જે તમામ મજબૂત પુરાવાઓ થી ફરિયાદીના એડવોકેટ શ્રીએ આરોપી સામેનો કેસ પુરવાર થતો હોવાની રજૂઆતો કરેલ તથા વિવિધ હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ રાખેલ હતા. કોર્ટ દ્વારા ફરિયાદ પક્ષની રજૂઆતો ધ્યાને લઈ આરોપીને તકસીવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેક મુજબની રકમ ફરિયાદીને ચૂકવી આપવા અને જો તે રકમ ન ચૂકવે તો છ મહિનાની વધુ સજાનો હુકમ આરોપીને કરેલ છે. આ કેસમાં ફરિયાદીના એડવોકેટ તરીકે કેવલ ગોટી તથા નદીમ ધંધુકિયા રોકાયેલ હતા.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088
એટ ધીસ ટાઇમ ન્યુઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.