શહેરા તાલુકાના મંગલિયાણા પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ શહેરા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી - At This Time

શહેરા તાલુકાના મંગલિયાણા પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ શહેરા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી


પંચમહાલ, શહેરા.

ગુજરાત પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ ચલાવવામાં આવે છે જેમાં ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓને બે વર્ષની ગુજરાત પોલીસ દ્વારા તાલીમ આપવામાં આવે છે જેમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને પહેલા વર્ષ મા પોલીસની સમજ આપવામાં આવે છે તથા તેમને પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી તથા પોલીસ સ્ટેશનમાં આવતા તમામ શાખાનું નિરીક્ષણ તથા તાલીમ આપવામાં આવે છે ત્યારે આજરોજ શહેરા તાલુકાના મંગલિયાણા પ્રાથમિક શાળાના ધોરણ આઠ ના 40 જેટલા વિદ્યાર્થીઓ શહેરા પોલીસ સ્ટેશનના પીઆઇ ખરાડી સાહેબ દ્વારા 40 જેટલા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી કામગીરી તથા સસ્ત્રની ઓળખ કરવામાં આવી હતી તથા શહેરા પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી અને કાયદા ની સમજુતી આપવામાં આવી હતી

રિપોર્ટર, વિનોદ પગી શહેરા
મો,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.