પતિએ કામે જવાની ના પાડતા પત્નીએ ફીનાઇલ પી લીધું - At This Time

પતિએ કામે જવાની ના પાડતા પત્નીએ ફીનાઇલ પી લીધું


કુવાડવા રોડ પર આવેલ લાતીપ્લોટમાં રહેતાં પૂજાબેન અલ્પેશભાઈ મકવાણા (ઉ.વ.20) આજે સવારે તેના પતિ સાથે માથાકૂટ થતાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.વધુમાં મળેલ વિગત મુજબ, પૂજાબેન છેલ્લાં પાંચ મહિનાથી માધાપર ચોકડી પાસે રહેતાં તેના પિતાના ઘરે રહેતી હતી. જે બે દિવસ પહેલાં જ તેના પતિના ઘરે ગઈ હતી ત્યારે આજે સવારે તેને નોકરી પર જવું હોય ત્યારે તેના પતિએ કામે જવાની ના પાડતા પગલું ભર્યું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.