સંકલિત બાળ વિકાસ યોજના કચેરી બરવાળા ઘટક ખાતે પોષણ માહ-૨૦૨૩ અંતર્ગત વાનગી નિદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ - At This Time

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી બરવાળા ઘટક ખાતે પોષણ માહ-૨૦૨૩ અંતર્ગત વાનગી નિદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ


આં કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ્ય રાજ્ય સરકાર તરફથી પોષણ અભિયાન યોજના અન્વયે,આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સંદેશ પહોંચાડવા નો છે,જેમાં ૦ થી ૬ વર્ષના બાળકો,સગર્ભા/ધાત્રી માતાઓ અને કિશોરીઓ ના રોજીંદા આહારમાં ટી.એચ.આર.પ્રીમીક્ષ નો ઉપયોગ કરી તેમાંથી બનતી વાનગી અંગે લોકો સુધી બહોળી પ્રસિદ્ધિ માં સંદેશ પહોંચતો કરવાનો છે આજના કાર્યક્રમમાં દરેક સેજાના આંગણવાડી કાર્યકર દ્વારા જુદી-જુદી-૫૭ વાનગી બનાવવામાં આવેલ જેનું નિદર્શન ગોઠવવામાં આવેલ હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો માં મુખ્યત્વે મામલતદાર સાહેબ-બરવાળા નાયબ મામલતદાર-બરવાળા તાલુકા પંચાયત કચેરી બરવાળા તરફથી વિસ્તરણ અધિકારી (સહકાર) તેમજ ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ રેહાનાબાનું કે કાઝી સાથે મુખ્ય સેવિકાશ્રી કુંદનબેન.એ.વ્યાસ સાથે આઈ.સી.ડી.એસ.તમામ સ્ટાફ હાજર રહેલ હતા આજના કાર્યક્રમમાં મામલતદાર સાહેબશ્રી બરવાળા દ્વારા પોષણ-માહ અનુરૂપ દરેક બહેનો ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું જેમાં તેમના તરફથી આંગણવાડી કક્ષાએ બાકી રહેલ તમામ કામગીરી સત્વરે સમય મર્યાદામાં પૂર્ણ કરવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે,સાથે-સાથે આંગણવાડી કેન્દ્ર એક મહત્વનો પાયો છે જેનું કામ આંગણવાડી કાર્યકર તરીકે સાંભળી રહ્યા છે તે અંગે દરેક આંગણવાડી કાર્યકર બહેનો ને અભિનંદન પાઠવવામાં આવેલ અને બરવાળા તાલુકાના વિકાસ માં ખુબજ સારી પ્રગતિ જોવા મળે તે આશા વ્યક્ત કરવામાં આવેલ હતી તાલુકા પંચાયત કચેરી બરવાળા તરફ પોષણ માહ કાર્યક્રમમાં હાજર રહેલ વિસ્તરણ અધિકારી વિપુલ દેથલીયા દ્વારા કાર્યક્રમને અનુરૂપ આંગણવાડી બહેનો ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું જેમાં કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર મળી રહે તે અંગેની મહત્વની કામગીરી આપના થકી થાય તે ઘણું અગત્યનું કહી શકાય હાલ બનાવેલ તમામ વાનગીઓ માં ટી.એચ.આર.નો ઉપયોગ થતો જોવા મળે છે.તે અંગે લાભાર્થીઓ પણ સમજુતી મેળવે તે મુજબ ગૃહ મુલાકાત સમયે લોકોને સંદેશ પહોંચાડવા અંગેની કામગીરી આંગણવાડી કાર્યકર બહેનો થકી થાય તો ઘણો સારો પ્રતિસાદ પોષણ માહ કાર્યક્રમમાં જોવા મળશે સાથે-સાથે બરવાળા આઈ.સી.ડી.એસ.કચેરી તરફથી ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ રેહાનાબાનું કે.કાઝી દ્વારા પોષણ માહ અનુરૂપ વાનગી નિદર્શન કાર્યક્રમમાં બનાવેલ વાનગી વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું અને આં અંગે સપ્ટેમ્બર મહિના સુધી સતત પોષણ માહ અંગે ની પ્રવુંતીઓ સાથે સંકળાયેલ રહીએ તે જરૂરી છે વિશેષ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ અધિકારીઓ ને વાનગી નિદર્શન કરાવેલ અને પોષણ માહ અંગેના વાનગી નિદર્શન કાર્યક્રમમાં હાજર રહેલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.