ગઢડાના માલપરા ગામ પ્લોટ વિસ્તારમાં દારૂની ભટ્ટી ઝડપી પાડતી બોટાદ ડી‌‌.વાય.એસ.પી સ્કોડ - At This Time

ગઢડાના માલપરા ગામ પ્લોટ વિસ્તારમાં દારૂની ભટ્ટી ઝડપી પાડતી બોટાદ ડી‌‌.વાય.એસ.પી સ્કોડ


ગઢડાના માલપરા ગામ પ્લોટ વિસ્તારમાં દારૂની ભટ્ટી ઝડપી પાડતી બોટાદ ડી‌‌.વાય.એસ.પી સ્કોડ

બોટાદ ડી.વાય.એસ.પી સ્કોડ ખાનગી વાહનમાં પ્રોહી પ્રેટોલિગ દરમિયાન બાતમી આધારે ગઢડાના માલપરા પ્લોટ વિસ્તારમાં રેઈડ પાડતા સદર બાતમી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ હાજર મળી આવેલ જેને પકડી પાડી મજકુર ઇસમનું નામ ઠામ પંચો રૂબરૂ પૂછતા પોતે પોતાનું નામ જીતુભાઇ ધીરૂભાઇ શિહોરા જાતે-કોળી ઉ.વ.૫૧ રહે-ગઢડા બી.જી.પટેલના દવાખાના પાસે ગઢડા જી.બોટાદ હાલ રહે-માલપરા ગામ તા.ગઢડા જી.બોટાદવાળો હોવાનું જણાવેલ છે દારુની ભટ્ટી ચલાવતો મળી આવ્યો જેની પાસે ભટ્ટીમાં ઉપયોગી વસ્તુઓ ગેસનો બાટલો ચુલો સહિત મુદામાલ કબજે કરી અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.