પોરબંદર છાંયા પ્લોટ મા કોળી સમાજ મલ્હાર ગ્રુપ દ્વારા રંગોળી હરીફાઈ નું ભવ્ય આયોજન - At This Time

પોરબંદર છાંયા પ્લોટ મા કોળી સમાજ મલ્હાર ગ્રુપ દ્વારા રંગોળી હરીફાઈ નું ભવ્ય આયોજન


ગોસા(ઘેડ)પોરબંદર તા.૦૯/૧૧/૨૯૨૩ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃર્તિ મા જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદર છાયા પ્લોટ સમસ્ત કોળી સમાજ યુવા મંડળ ના ઉપક્રમે અને છાંયા પ્લોટ કોળી સમાજ મલ્હાર ગ્રુપ દ્વારા આગામી તા ૧૮ મી નવેમ્બર શનિવાર લાભ પાંચમ ના પવિત્ર દિને સાંજે ૩ થી ૫ કલાક દરમિયાન પોરબંદર ના છાંયા પ્લોટ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલી ન્યૂ ઘેડીયા કોળી સમા જની વંડી ખાતે વંડી ના પ્રમુખ શ્રી દેવાયત ભાઈ ઠેબા ભાઈ વાઢિયા સહીત કોળી સમાજના અગ્રણીઓ ની ઉપસ્થિતિ મા રંગોળી સ્પર્ધા નું ભવ્ય આયોજન કરવા મા આવેલ છે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન યોજાનાર તાલુકા સમસ્ત કોળી સમાજ ના નૂતન વર્ષ ના સ્નેહ મિલન મા રંગોળી સ્પર્ધા મા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજતા થનાર નેપોરબંદર ના રાજીવ લીલાવતી બામણીયા ચેરિટેબલ ફાઉન્ડેશન ના સૌજન્ય થી સમા જ શ્રેષ્ઠિ શ્રી નારણ ભાઈ પુંજાભાઈ બામણીયા દ્વારા રોકડ ઇનામો આપી સત્કારવાં કરવા મા આવશે રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર ભાઈ બહેનો એ રંગોળી ના રંગો સાથે લાવવાના રહેશે રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ભાઈ બહેનો એ છાંયા પ્લોટ કોળી સમાજ મલ્હાર ગ્રુપ ના પ્રમુખ શ્રી ભા રતી બેન ડાભી (9054958195)તથા શ્રી રાજુભાઈ પરમાર(7048889888) ને તા ૧૫/૧૧/૨૦૨૩ સુધીમાં નોંધાવી દેવા ના રહેશે તેમ છાંયા પ્લોટ સમસ્ત સમાજ યુવા મંડળ ના પ્રમુખ શ્રી અરજનભાઇ આંત્રોલીયા તથા શ્રી વિક્રમ ભાઈ ડોડીયા ની એક અખબારી યાદીમાં જણાવાયું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.