ધંધુકા ખાતે ડો.ભીમરાવ આંબેડકરનો 68મો “મહાપરિનિર્વાણ દિવસ” ની ઉજવણી કરાઈ. - At This Time

ધંધુકા ખાતે ડો.ભીમરાવ આંબેડકરનો 68મો “મહાપરિનિર્વાણ દિવસ” ની ઉજવણી કરાઈ.


ધંધુકા ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરનો 68મો “મહાપરિનિર્વાણ દિવસ” ઉજવણી કરાઈ.

ડો. બાબાસાહેબનું અવસાન 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું, જેને દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ડો.બાબાસાહેબ આંબેડકર સંસ્થાન, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તેમજ સમાજના લોકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્ર્મમાં હાજરી આપી ડો. બાબા સાહેબ આંબેડકરજી મહા પરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો. આજ રોજ ધંધુકા નગર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીના નિર્વાણ દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર સેવા સંસ્થાન, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટિમ, ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, સામાજિક સંગઠનો તેમજ સમાજના લોકો દ્વારા ધંધુકા નગરમાં આબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી હતી જેમાં ધંધુકા શહેર પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય, ધંધુકા નગર એસ.સી મોરચાના પ્રમુખ, દરેક સામાજિક સંગઠનના પ્રમુખો સહિત ધંધુકા શહેર ભાજપના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.