પ‍ાલનપુર ની પવિત્ર ધરા બ્રહ્મપુરી આશ્રમ, ધનીયાણા ચોકડી ખાતે શિવ ગુરૂ બ્રાહ્મણ યુવા સંગઠનનો તૃતીય સ્નેહમિલન સમારોહ યોજાયો. - At This Time

પ‍ાલનપુર ની પવિત્ર ધરા બ્રહ્મપુરી આશ્રમ, ધનીયાણા ચોકડી ખાતે શિવ ગુરૂ બ્રાહ્મણ યુવા સંગઠનનો તૃતીય સ્નેહમિલન સમારોહ યોજાયો.


પ‍ાલનપુર ની પવિત્ર ધરા બ્રહ્મપુરી આશ્રમ, ધનીયાણા ચોકડી, ખાતે તારીખ ૦૩.૧૨.૨૦૨૩ ને રવિવાર ના રોજ શિવ ગુરૂ બ્રાહ્મણ યુવા સંગઠનનો તૃતીય સ્નેહમિલન સમારોહ યોજાયો.

શિવ ગુરુ યુવા સંગઠન છેલ્લાં છ વર્ષથી સેવા કાર્ય કરે છે જેમાં નિરાધાર બા બાપુજી તેમજ વિધવા બહેનો ને કરિયાણાની કીટ અને વિધવા બહેનોના બાળકોને વિદ્યાર્થીઓ ને દર વર્ષે 100 થી વધુ બાળકોને વિદ્યાર્થી કીટ જે અત્યાર સુધી માં છ વર્ષ માં 731 કીટો આપવામાં આવેલ છે

સંગઠનને આર્શીવચન આપવા આવેલ પરમપૂજ્ય સંત શ્રી મહાકાલપુરી બાપુ મહારાજ,સ્નેહમિલન સમારોહ નો અધ્યક્ષ શ્રી આદરણીય બહાદુરસિંહ ડી. વાઘેલા (ભામાશા) ભડથ (અધ્યક્ષ શ્રી રાજપૂત જાગીદાર ક્ષત્રિય મંચ), પ્રભુદાસભાઈ મોદી (મુન્નાભાઈ) વિશ્ર્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી માલણ,મુલચંદભાઈ પંચાલ પ્રકાશભાઈ પુરોહિત પાલનપુર, જયેશભાઈ ઠક્કર પાલનપુર, પિયુષભાઈ ચૌધરી (માલણ) મહિનદ્રા ટેક્ટ્રર શોરૂમ વડગામ, સંજયભાઈ ચૌધરી માલણ (પૂર્વ ચરમેન કારોબારી સમિતિ તાલુકા પંચાયત)પાલનપુર, દિનેશભાઈ લોહ માલણ, શ્રીમાળી નટવરલાલ ડી. (ધોતા) રેલ્વે પી.આઈ મુંબઈ, સવિતાબેન કે.શ્રીમાળી ગાદલવાડા (મહામંત્રી , ગુજરાત પ્રદેશ કોંગેસ સમિતિ), ખુશાલભાઈ ચોરાસિયા એદ્રાણા (ડેપ્યુટી સરપંચ), મફતલાલ એમ.શ્રીમાળી ધોતા, બાલકૃષ્ણ જીરાલા ( પચ્ચીમ રેલવે કોર્પોરેટર ) રમેશભાઈ કટારીયા લાલાવાડા (નિવૃત બેંક મેનેજર),અશોકભાઇ રાંમાભાઈ કરણ માલણ, સુરેશભાઈ જે.કરણ માલણ (મિકેનીકલ એન્જી.વડોદરા), મધુસૂદનભાઈ શ્રીમાળી ચડોતર, દયારામભાઈ ગોમતીવાલા ચંડીસર, દાતાશ્રી સુખદેવભાઈ ચોરાસિયા - કીરીટભાઈ ચોરાસિયા ,ર્ડો.મુકેશચંદ્ર ત્રિવેદી મોરીયા (નાગેલ)(મેડીકલ ઓફિસર), વિઠ્ઠલભાઈ કટારીયા લાલાવાડા ,ઉત્સાહી પ્રમુખ જગદીશભાઈ માલણ,અને જીવણલાલ ચોરાસિયા એદ્રાણા.

કાર્યક્રમ શરૂઆત થલવાડા ની બાળા એ સંગઠન શું છે એના વિશે સમજાવ્યુ હતુ.

ત્યાર પછી શુભ શરૂઆત પ્રાર્થના થી કરવામા આવી.
મંચસ્થ મહાનુભવો અને વયોવૃધ્ધ બા ના હાથે દિપપ્રાગ્ટય કરવામા આવ્યુ.

મહેમાનોનુ શાબ્દિક સ્વાગત ઉત્સાહી પ્રમુખશ્રી જગદિશભાઈ બી.કરણ માલણ એ કર્યુ હતુ.

મંચસ્થ મહેમાનોનું તથા આવનાર સમાજબંધુઓનુ છુંટા ફૂલોથી સ્વાગત શિવ ગરૂ બ્રાહ્મણ યુવા સંગઠન ના કમીટી અને કારોબારી સભ્યો દ્રારા કરવામાં આવેલ.

બહાદુરસિંહ બાપુ એ ખુબજ સારુ ઉદબોધન આપ્યુ હતુ કે સંગઠન શુ છે અને 100000/- (એક લાખ રૂપિયા) ની માતબર રકમ ની જાહેરાત કરી હતી

_ત્યારપછી મુન્નાભાઈ એ ખુબજ સારી સ્પીચ આપી હતી રામમંદિર માટે ._

શિવ ગુરૂ બ્રાહ્મણ યુવા સંગઠન ના શુભચિંતકો એવા નટુભાઈ ધોતા, સવિતાબેન ગાદલવાડા,કરૂણાનીધી સાધુ વેડંચા,જ્યંતીભાઈ થલવાડા અને મુકુલભાઈ કટારીયા એ સંગઠન ને ખુબ ખુબ અભિંનદન પાઠવ્યા હતા અને સેવા નુ કાર્ય આજ રીતે અવિરત ચાલુ રહે એ માટે જ્યા પણ જરૂર પડે ત્યાં એમને યાદ કરવાનુ કહેલ.

સમગ્ર કાર્યક્રમ ના દાતા શ્રી શિવ ગુરૂ બ્રાહ્મણ યુવા સંગઠન ના મંત્રીશ્રી સુખદેવભાઈ બી.ચોરાસીયા તથા કિરીટભાઈ બી ચોરાસિયા પોતાના માતા-પિતા ના સ્માણાર્થ
સ્વ.અમરબેન ભીખાભાઈ ચોરાસિયા,
સ્વ.ભીખાભાઈ કચરાભાઈ ચોરાસિયા થલવાડા
ભોજન, મંડપ, આંમત્રણ પત્રીકા, ભુમી,ખેસ,ફૂલહાર,સાઉંડ,ચા-કોફી,પાણી વિડીયોગ્રાફી સમગ્ર વસ્તુ.)

મંત્રીશ્રી સુખદેવભાઈ એ સંગઠનની કાર્યશૈલી અને છેલ્લા ચાર વર્ષના હિસાબ સમાજ સામે રજુ કર્યા હતા.

મુળચંદભાઈ પંચાલ માલણ હવે પછી ચોથા સ્નેહમિલન માં ભોજનદાતા ની જાહેરાત કરી હતી

સંગઠનના સૌ યુવા કર્મવીરો ની અથાક મહેનતથી સમગ્ર કાર્યક્રમ અત્યંત સફળ બનાવ્યો હતો....

સમાજના તેમજ અન્ય સમાજના દાનવીરો એ દાનની સરવાણી વહેતી કરી હતી.

સમગ્ર કાર્યક્રમ નુ ખુબજ સારી રીતે સંચાલન પીંપળી નિવાસી કિરણભાઇ કે સેંગલ અને લાલવાડા નિવાસી મયુરકુમાર અમરતલાલ કટારીયા એ કરી હતી.

કાર્યક્રમ ના અંતે આભાર વિધી વિજય બી.શ્રીમાળી ધાણધા એ આવનાર મહેમાનો, સમાજ ના નામી અનામી વડીલો, ભાઇઓ અને બહેનો નો આભાર માની કાર્યક્રમ ની પુર્ણાહુતી કરી હતી.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.