મનપાના પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્તી દરોડા; 51 વેપારીઓ દંડાયા - At This Time

મનપાના પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્તી દરોડા; 51 વેપારીઓ દંડાયા


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ આજરોજ ત્રણેય ઝોનમાંથી કુલ 51 આસામીઓ પાસેથી 67 કી.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા.57,800/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 15 આસામીઓ પાસેથી 2 કી.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા.5500નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 22 આસામીઓ પાસેથી 2 કી.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂા.12300નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનીસીપલ કમિશ્ર્નર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશ્ર્નર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેરના સુપરવિઝનમાં આસી. પર્યાવરણ ઈજનેર/સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઈન્સ્પેકટર/સેનેટરી સબ ઈન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.