ભારતમાં જેને કોવીશિલ્ડ, કોવેક્સિન લીધી છે તેને કોર્બેવેક્સ બુસ્ટર ડોઝ લેવાની ભલામણ - At This Time

ભારતમાં જેને કોવીશિલ્ડ, કોવેક્સિન લીધી છે તેને કોર્બેવેક્સ બુસ્ટર ડોઝ લેવાની ભલામણ


આ વેક્સિનનો ત્રીજો ડોઝ અગાઉના બે ડોઝની સરમખામણીએ અલગ જ હશે. ભારતમાં કોરોના હજુ પણ યથાવત છે અને દરરોજ કેસો વધતા જઈ રહ્યા છે ભારતમાં સરકારી આંકડા પ્રમાણે બંને ડોઝ લઇ લીધા હોય તેવા મોટા ભાગના લોકો છે ત્યારે હવે ભારત સરકાર દ્વાર હવે 18 વર્ષથી ઉપરના માટે ત્રીજા ડોઝ દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોવિદ વેક્સિનની ઝુંબેશ મોટા પ્રમાણમાં ચાલી રહી છે. સરકાર દ્વારા પુખ્તવયના લોકો માટે બાયોલોજીકલ ઈની કોર્બેવેક્સ બુસ્ટર ડોઝ તરીકે આપવાની ભલામણ કરી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જણાવવામાં આવ્યું છે કે કોવીશિલ્ડ કે કોવેક્સિનના બંને ડોઝ જે વ્યક્તિઓએ લીધા હોય તેવા લોકોને બુસ્ટર ડોઝ તરીકે કોર્બેવેક્સની ભલામણ કરવામાં આવી રહી છે. સરકાર ભલામણને મંજૂરી આપશે તો પ્રથમ વાર કોવિડ વેક્સીનનો બુસ્ટર ડોઝ અગાઉના બે ડોઝ કરતા મોટા પ્રમાણમાં અલગ જ હશે. સત્તાવાર માહિતી મુજબ કોવિડ-19 NTAGI પ્રમાણે 20મી જુલાઈ યોજાયેલી એક બેઠકમાં આ ભલામણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે DCGIએ 4થી જૂને 18 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે કોર્બેવેક્સને પ્રિકોશન ડોઝ તરીકે મંજૂરી આપી હતી. અત્યારે પહેલા અને બીજા ડોઝમાં અપાયેલી કોવિડ વેક્સિનનો ઉપયોગ જ બુસ્ટર ડોઝ તરીકે કરાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ડોઝ કોરોના કેસોને રોકવા માટે જરૂરી છે. ભારતમાં કોરોના રસીકરણનું અભિયાન ખુબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. પ્રહમ અને દ્રિતિય ડોઝ 80 ટકા ઉપર આપી દેવામાં આવ્યા છે ત્યારે હવે ભારત સરકારનું લક્ષ્ય ત્રીજા ડોઝને ઝડપથી આપવાનું છે અને તેના માટે તૈયારી પણ શરુ કરી દીધી છે. આ નવા ડોઝની સત્તાવાર જાહેરત કરવામાં આવી નથી પરંતુ હાલ જે બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે તેનાથી કોરોના કેસોથી જેટલું બને એટલું બચી શકાય તેમ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.