મોરબી રોડ પર આવેલા કારખાનાની સીડી પરથી પટકાતા પરપ્રાંતિય અરૂણનું સારવારમાં મોત - At This Time

મોરબી રોડ પર આવેલા કારખાનાની સીડી પરથી પટકાતા પરપ્રાંતિય અરૂણનું સારવારમાં મોત


રાજકોટમાં પેટ્યું રળવા આવેલ પરપ્રાંતિય યુવકનું કૈલાશ પ્લાસ્ટિકના કારખાનામાં સીડી પરથી પડી જતાં સારવારમાં મોત નિપજ્યું હતું. યુવક પાંચ મહિના પહેલાં રાજકોટ આવ્યાનું પરીવારજનોએ જણાવ્યું હતું.
બનાવની વિગત મુજબ, મૂળ ઉતરપ્રદેશનો અને હાલ મોરબી રોડ પર રાજેશ ઓઇલ મીલ પાસે કૈલાશ પ્લાસ્ટિક નામના કારખાના રહી અહીં જ મજૂરી કરતો અરુણ મોહનલાલ રાવ (ઉ.વ.24) ગઈ કાલ રાત્રીના કારખાનામાં કામ કરતો હતો ત્યારે સીડી પરથી પડી જતાં ઈજાઓ પહોંચી હતી.
બાદ યુવક બેભાન થઈ જતાં તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવકે દમ તોડી દીધો હતો. મૃતક પાંચ મહિના પહેલા રોજગારી માટે રાજકોટ આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.