અમદાવાદ ની જી. બી. શાહ કોલેજ દ્વારા G-20 અંતર્ગત લોક-જાગૃતિ રેલી યોજાઈ - At This Time

અમદાવાદ ની જી. બી. શાહ કોલેજ દ્વારા G-20 અંતર્ગત લોક-જાગૃતિ રેલી યોજાઈ


તા:-૧૦/૦૨/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણા ખાતે G-20 અંતર્ગત લોક-જાગૃતિ અર્થે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફે ભાગ લીધો હતો અને રેલી સ્વરૂપે કોલેજથી અંજલી ચાર રસ્તા સુધી ગયા હતા. પ્રથમ વખત ભારતના યજમાનપદે યોજાઈ રહેલ વિશ્વના 19 દેશ અને એક યરોપિઅન યુનિયનની સમિટ એવી G -20 માટે જાહેર કરાયેલ સૂત્રો “વસુધૈવ કુટુમ્બકમ” અને “ONE EARTH, ONE FAMILY, ONE FUTURE” જેવા સૂચક પ્લેકાર્ડ રેલી દરમિયાન વિદ્યાર્થોએ પ્રદર્શિત કર્યા હતા અને આ ગૌરવશાળી આયોજનથી જાહેર જનતાને માહિતગાર કર્યા હતા.

રેલીની શરૂઆતમાં કોલેજના પ્રિન્સીપાલ ડૉ. વી. કે. જોષીએ G-20 સમીટના સભ્ય દેશો અને અને U-20 માં સમાવિષ્ટ શહેરો વિશે અને આ ગૌરવશાળી આયોજનમાં યજમાન તરીકે ભારતની ભૂમિકા તથા G-20 ના લોગોમાં સમાવિષ્ટ સૂત્રો "વસુધૈવ કુંટુંમ્બક્મ" અને "ONE EARTH, ONE FAMILY, ONE FUTURE”અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.