એક જવાહિરીના મરવાથી આતંકવાદનો અંત નથી આવતો, ભારતમાં પણ અનેક જવાહિરી સંતાયેલા છેઃ રવિ કિશન - At This Time

એક જવાહિરીના મરવાથી આતંકવાદનો અંત નથી આવતો, ભારતમાં પણ અનેક જવાહિરી સંતાયેલા છેઃ રવિ કિશન


- અમેરિકા પર 9/11 હુમલાનું ષડયંત્ર જવાહિરી અને લાદેને સાથે મળીને રચ્યું હતુંનવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિ કિશને અલકાયદા ચીફ અલ જવાહિરીના મોતને મેટી ઉપલબ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે, અલ જવાહિરીના જવાથી ખૂબ જ મોટી ઉપલબ્ધિ મળી છે. એવા ઘણા બધા અલ જવાહિરી ભારતમાં પણ છૂપાયેલા છે. એક જવાહિરીના મરવાથી આતંકવાદ ખતમ નથી થઈ જતો. એકને મારવામાં આવે તો એ લોકો હજારોને તૈયાર કરી દે છે. રવિ કિશને કહ્યું કે, ભારતમાં પણ કાશ્મીર, આસામ જેવા વિસ્તારોમાં અલ જવાહિરી સક્રિય રહ્યા છે. આવા તમામ અલ જવાહિરીને શોધી-શોધીને મારવા પડશે. અફઘાનિસ્તાનમાં અમેરિકી મિસાઈલ હુમલામાં અલ-કાયદાનો ચીફ અલ જવાહિરી માર્યો ગયો છે. અમેરિકાની કાર્યવાહીમાં ઓસામા બિન લાદેનના માર્યા ગયા બાદ જવાહિરી અલ-કાયદાનો ચીફ બન્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, અમેરિકી ગુપ્તચર વિભાગને જવાહિરીના તેના કાબુલ સ્થિત ઘરમાં પોતાના પરિવાર સાથે છુપાયેલો હોવાની જાણકારી મળી હતી.જવાહિરી અને લાદેને સાથે મળીને 9/11 હુમલાનું ષડયંત્ર રચ્યું હતુંઅમેરિકા પર 9/11 હુમલાનું ષડયંત્ર જવાહિરી અને લાદેને સાથે મળીને રચ્યું હતું. ઓસામા બિન લાદેનને 'યૂએસ નેવી સીલ્સે' 02 મે 2011ના રોજ પાકિસ્તાનમાં એક અભિયાનમાં ઠાર કર્યો હતો. અમેરિકી સૈનિકોના અફઘાનિસ્તાન છોડવાના 11 મહિના બાદ એક મહત્વપૂર્ણ આતંકવાદ વિરોધી અભિયાનમાં અમેરિકાએ આ સફળતા પ્રાપ્ત કરી છે. અલ જવાહિરીએ અલ-કાયદાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પહેલા 1998થી તેણે બિન-લાદેનની છત્રછાયામાં કામ કર્યું અને ત્યારબાદ તેના ઉત્તરાધિકારી તરીકે. ગુપ્તચર વિભાગના સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે અલ જવાહિરી જે ઘરમાં માર્યો ગયો તે તાલિબાનના મુખ્ય સૂત્રધાર સિરાજુદ્દીન હક્કાનીનો ખાસ સહયોગીનું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.