ઈન્ડિગો પ્લેનના વ્હીલની સામે આવી કાર, જુઓ દિલ્હી એરપોર્ટની બેદરકારીનો વીડિયો... - At This Time

ઈન્ડિગો પ્લેનના વ્હીલની સામે આવી કાર, જુઓ દિલ્હી એરપોર્ટની બેદરકારીનો વીડિયો…


- મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટ પટના જવાની હતી ત્યારે તેની નીચે આ કાર આવી ગઈ હતીનવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારદિલ્હી એરપોર્ટ પર બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. અહીં મંગળવારે ઈન્ડિગો પ્લેનની નીચે એક કાર આવી ગઈ હતી. જોકે, આ દરમિયાન કાર પ્લેનના વ્હીલ સાથે અથડાઈને ભાગી છૂટી હતી અને મોટી દુર્ધટના ટળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાર Go First એરલાઈનની હતી. આ અકસ્માત એરપોર્ટનાT2 ટર્મિનલના સ્ટેન્ડ નંબર 201 પર થયો હતો. અહીં ગો ફર્સ્ટ એરલાઈન કાર ઈન્ડિગોની A320neo ફ્લાઈટ હેઠળ આવી હતી. DGCA આ મામલે તપાસ હાથ ધરશે. તો બીજી તરફ કાર ડ્રાઈવરનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેથી જાણી શકાય છે કે, તેણે દારૂ પીધો છે કે નહીં. આ કાર ડ્રાઈવરનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેમજ ફ્લાઈટને પણ કોઈ નુકશાન થયું નથી. તમને જણાવી દઈએ કે, મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટ પટના જવાની હતી ત્યારે તેની નીચે આ કાર આવી ગઈ હતી. જોકે, કાર પ્લેનના પૈડા સાથે અથડાવાનું ટાળ્યું હતું. ત્યાર બાદ પ્લેને પટના માટે ઉડાન ભરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.