બાયડમાં આવેલા જય અંબે મંદબુદ્ધી મહિલા સેવા ટ્રસ્ટની સરાહનીય કામગીરી. - At This Time

બાયડમાં આવેલા જય અંબે મંદબુદ્ધી મહિલા સેવા ટ્રસ્ટની સરાહનીય કામગીરી.


બાયડમાં આવેલા જય અંબે મંદબુદ્ધી મહિલા સેવા ટ્રસ્ટમાં આશરે (૧૪૦) જેટલી બહેનો જે નિરાધાર છે અને માનસિક બીમાર છે એવી મહિલાઓને આશ્રય આપ્યો છે ત્યારે ટ્રસ્ટ દ્વારા હવે નવી એક પહેલ કરવા જઈ રહ્યા છે. બાયડમા કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો વાત્રક ખાતે અંતિમ ક્રિયા માટે જવું પડતું હોય છે. બાયડથી વાત્રક ૪ કિલોમીટરનું અંતર છે. બાયડ નગરપાલિકા નો દરજ્જો ધરાવે છે પણ બાયડ ખાતે સ્મશાનગૃહ ન હોવાથી વાત્રક જવું પડે છે. 4 કિલોમીટર જેટલું અંતર કાપીને જવા માટે બાયડ જય અંબે મંદ બુદ્ધી મહિલા સેવા ટ્રસ્ટ દ્વારા મોક્ષ રથ બનાવવામાં આવ્યો છે. જે બાયડના દરેક નાગરિક માટે વિના મૂલ્યે જેના દાતાશ્રી જમનાબેન શંકરભાઈ જેઠીદાસ પટેલ (રાજપુર -કડી) હસ્તે.ઉષાબેન બિપીનભાઈ પટેલ ના સહયોગથી બાયડ ને ભેટ સ્વરૂપે મળેલ છે.જે બાયડના નાગરિકો માટે આશીર્વાદ રૂપ નીવડશે એવું જયઅંબે મંદબુદ્ધિ મહિલા સેવા ટ્રસ્ટના સભ્ય રાજુભાઈ પુરોહિત એ જણાવું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.