જસદણમાં કોઠીના નાલા પાસે ૧,૨૩,૧૯૫ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો

જસદણમાં કોઠીના નાલા પાસે ૧,૨૩,૧૯૫ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો


જસદણમાં કોઠીના નાલા પાસે રૂપિયા ૧,૨૩,૧૯૫ દારૂનો જથ્થો ઝડપાયો

જસદણ પોલીસ જળ સર્કલ આટકોટ રોડ પાસે પહોંચતા તેને ખાનગી રાહે હકિકત મળેલ છે કે,મેહુલભાઇ ઉર્ફે રાજો લાલજીભાઇ કુંભાણી રહે-જસદણ કોઠી ના નાલા પાસે તા-જસદણ વાળો પોતાની ગંજીવાડા પાછળ ફોરેસ્ટ ઓફીસ પાસે આવેલ વાડીના પતરા વાળા મકાનમાં ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય અંગ્રેજી દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે.તેવી ચોકકસ હકિકત મળતાં જસદણ પોલીસ રેઇડ કરવા માટે જસદણ ગંગાભુવનથી ચિતલીયા કુવા રોડ થઇ સરદા૨ ચોકમાંથી વળી ગંજીવાડાના કાચા રસ્તે થઇ ઉપરોક હકિકત વાળી વાડીએ પહોચતા જે જગ્યાએ એક બહેન હાજર હતી તેને પોલીસ પહોચતા બહેનનુ નામ પુછતા નામ સવિતાબેન વા/ઓ લાલજીભાઇ કુભાણી જાતે-પટેલ ઉ.વ-૬૦ રહે-જસદણ અને પોલીસે તેને પુછતા આ વાડી કોની છે તે બાબતે પુછતા તેઓએ જણાવેલ કે આ વાડી મારા દિકરા મેહુલભાઇ ઉર્ફે રાજો લાલજીભાઇ કુભાણી જાતે-પટેલ રહે-જસદણ કોઠીના નાલા પાસે તા-જસદણ વાળાની હોવાનુ જણાવેલ અને તે હાજર નહી હોવાનુ જણાવેલ અને તેઓને પોલીસ ને ૧૨૦ ના ઠરાવમાં સહી કરવાનુ કહેતા સહી કરવાની ના પાડી અને ઉતર બારના ઢાળીયામાં તપાસ કરતા જેમાં પૂર્વેબાજુ એક ઓરડી જેવો રૂમ આવેલ જે પોલીસે ખોલી જોતા અંદર સફેદ કલર પ્લાસ્ટીકની મોટી થેલીઓ પડેલ જોવામાં આવેલ જે થેલીઓ ખોલ્લી જોતા તેમાથી ઇગ્લીશ દારૂ બોટલો જોવા મળેલ આ ભોગવટાની ઓરડી વાળા ઇસમ મેહુલભાઇ ઉર્ફે રાજો લાલજીભાઇ કુંભાણી ના નામનો પોકાર કરતા કોઇ જવાબ મળ્યો નહતો જેથી પોલીસે ઇગ્લીશ દારૂની બોટલો ગણી જોતા ઓરડીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ અલગ માપની પકંપનીસીલ પેક બોટલો નંગ-૩૦૭ તથા બીયર ટીન નંગ-૩૪ મળી કુલ બોટલો નંગ-૩૪૧ જેની કુલ કિં રૂા.૧,૨૩,૧૯૫/-નો ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવા રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ઇસમે પ્રોહી એકટ કલમ- ૬૫૬૫એઇ, ૧૧૬૧૧૬બી, મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »