રાજકોટ શહેર બોલબાલા માર્ગ પાસેથી ચોરી કરેલ રીક્ષા પકડી પાડતી ભક્તિનગર પોલીસ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qy67cjxcoacgap2w/" left="-10"]

રાજકોટ શહેર બોલબાલા માર્ગ પાસેથી ચોરી કરેલ રીક્ષા પકડી પાડતી ભક્તિનગર પોલીસ.


રાજકોટ શહેર બોલબાલા માર્ગ પાસેથી ચોરી કરેલ રીક્ષા પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૧૬/૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર મીલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. ભક્તિનગર પોલીસ PI એમ.એમ.સરવૈયા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશનના માણસો વિસ્તાર પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વિશાલભાઇ દવે નાઓને બાતમી મળેલ કે જીજ્ઞેશ સીધ્ધપુરા નામની વ્યકિત હાલે બોલબાલા માર્ગ જલજીત હોલની સામે ચોકમાં રીક્ષા નં.GJ-03-AU-0766 માં બેસેલ છે ઇસમ પાસે રહેલ રીક્ષા ચોરી કરી મેળવેલ છે. રીક્ષા ચોરી બાબતે ભકિતનગર પો.સ્ટે IPC કલમ-૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય. ઇસમ રીક્ષા સાથે મળી આવતા જેને કોર્ડન કરી પકડી લઇ મજકુર ઇસમના કબ્જા ભોગવટામાં રહેલ રીક્ષા બાબતે યુકિત પ્રયુકિત પુર્વક પુછપરછ કરતા ઇસમે ૧૦ દિવસ પહેલા રાત્રી દરમ્યાન ૮૦ ફુટ રોડ ક્રિષ્ના ચોક નજીક આવેલ RMC પે-પાર્કીંગ માંથી રીક્ષા ચોરી કરેલ હોવાની કબુલાત આપતા સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જીજ્ઞેશ ઉર્ફે છાલો દીલીપભાઇ સીધ્ધપુરા ઉ.૩૬ રહે.સાધુવાસવાણી રોડ ગુરુજીનગર આવાસ યોજના કવાર્ટર નં.૧૮૮ બ્લોક નં.૧૦ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]