શ્રીયોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં વિદ્યાર્થીઓ માટે એક મિનિટ સ્પર્ધા નું આયોજન - At This Time

શ્રીયોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં વિદ્યાર્થીઓ માટે એક મિનિટ સ્પર્ધા નું આયોજન


શ્રીયોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં વિદ્યાર્થીઓ માટે એક મિનિટ સ્પર્ધા નું આયોજન

આજ રોજ શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક તેમજ સર્વાંગી વિકાસ માટે સંસ્થાના ડાયરેક્ટર ના માર્ગદર્શન અને સંચાલન હેઠળ એક મિનિટ રમત સ્પર્ધાનું આયોજન અને સમગ્ર સ્ટાફ મિત્રોએ કરેલ.એક મિનિટ સ્પર્ધામાં દોડ સ્પર્ધા,ફુગ્ગા ફૂલવાની સ્પર્ધા,લીંબુ-ચમચીની સ્પર્ધા,લોટમાંથી ચોકલેટ ગોતવાની સ્પર્ધા ગોઠવામાં આવી હતી.આ સ્પર્ધામાં શાળાના કે.જી થી 4 સુધીના વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો.દરેક સ્પર્ધામાં બે વિજેતા ક્રમ આપવામાં આવ્યા હતા.વિજેતા થયેલ દરેક વિદ્યાર્થીઓને ઇનામ તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સ્પર્ધાને વધુ અસરકારક બનાવવા માટે તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.