હિંમતપુર ખાતે ૧૯૬૨ પશુ હેલ્પલાઇન દ્વારા વાછરડીની સારણગાંઠનું નિશુલ્ક ઓપરેશન કરાયું* - At This Time

હિંમતપુર ખાતે ૧૯૬૨ પશુ હેલ્પલાઇન દ્વારા વાછરડીની સારણગાંઠનું નિશુલ્ક ઓપરેશન કરાયું*


*હિંમતપુર ખાતે ૧૯૬૨ પશુ હેલ્પલાઇન દ્વારા વાછરડીની સારણગાંઠનું નિશુલ્ક ઓપરેશન કરાયું*
*****************
સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ગામ ખાતે ૧૯૬૨ પશુ હેલ્પલાઇન દ્વારા ગાયની વાછરડીની સારણગાંઠનું નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન શાખા અને ઈ.એમ આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં કાર્યરત છે. જેમાં હિંમતપુર ગામના રહેવાસી પ્રવીણભાઈની ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી. આ વાતની જાણ દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાંનાં પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદની ને તથા તાત્કાલિક સ્થળ પર પહોંચીને ચકાસણી કરતા સારણગાંઠનું ઓપરેશન કરવાનું નક્કી થયું. જેથી ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ મળીને ૨ થી ૩ કલાકની ભારે જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
હિંમતપુર ગામના પ્રવીણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. તેમજ પ્રોજેક્ટ ko- ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આં સેવાને પશુપાલકો વધુ લાભ ઉઠાવે તે માટે અપીલ કરવામાં આવી હતી.
*********************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.