હિંમતનગરમાં કાર્યકતાના અપમાન કરવા બદલ આવેદનપત્ર આપ્યું. પાર્ટીને નુકશાન થાય તેવા મેસેજ અને વીડિયો ન મુકવા કાર્યકર્તાઓને આહવાન કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qtecsmq6dcua2ckj/" left="-10"]

હિંમતનગરમાં કાર્યકતાના અપમાન કરવા બદલ આવેદનપત્ર આપ્યું. પાર્ટીને નુકશાન થાય તેવા મેસેજ અને વીડિયો ન મુકવા કાર્યકર્તાઓને આહવાન કરાયું


આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં સહકારી જીન વિસ્તારમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ભાજપનું મધ્યસ્થ કાર્યાલય શરુ કરવામાં આવ્યું હતું. તો લોકસભા બેઠક પર મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને જાહેર કરવામાં આવ્યા બાદ કાર્યાલય પર ચૂંટણી લક્ષી સંગઠનની બેઠકો શરુ થઇ હતી. દરમિયાન બે દિવસ પહેલા હિંમતનગર તાલુકા સંગઠનની બેઠક હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ત્યારે વીડિયો ઉતારનાર બાબતે પૂછતા ભાજપના અને પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સાથે ચકમક થઇ હતી. ત્યાર બાદ કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં સાબરકાંઠા અને અરવલ્લી ભાજપ પાર્ટી જાહેર આમંત્રણ સાથેની પત્રિકા વાઈરલ કરી હતી. જેમાં અપમાન બદલ હિંમતનગરના ધારાસભ્યના વિરોધમાં આવેદનપત્ર આપી માફી માગે નહિ તો રાજીનામું આપે તેવી માગ સાથે હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકઠા થવાની જાણ કરી હતી. દરમિયાન શનિવારે હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પછી એક સાબરકાંઠાના કાર્યકર્તા બાદ અરવલ્લીના મેઘરજ આસપાસના ભીખાજીના સમર્થકો વાહનોમાં આવ્યા હતા. ત્યાર બાદ ખેસ અને ટોપી વિતરણ કરવામાં આવી હતી. જે બધાએ ધારણ કરીને વિરોધ ઉમેદવાર બદલવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ ટીમ સાથે બહાર આવ્યા હતા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ કરેલા અપમાન બદલ આવેદનપત્ર આપ્યું હતું.

સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસે શુભ દિને કાર્યકતાઓને શુભેચ્છા આપી હતી અને પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ લોકસભા 2024ની ચૂંટણીમાં કામે લાગી જવા સૂચન કરવામાં આવ્યું હતું. બીજી તરફ પાર્ટીનો કાર્યકર્તા ના હોય અને પાર્ટીને નુકસાન કરતી પોસ્ટ વાઈરલ ના થાય માટે મેસેજ નહિ કરવા કહ્યું હતું. કોઈપણ વ્યક્તિગત અથવા ભાજપા પાર્ટીને નુકસાન થતી સોશિયલ મીડિયામાં પોસ્ટ નહિ કરવા કાર્યકતાઓને વિનંતી કરી હતી. કોઈપણ કાર્યકર્તાની લાગણીને ટેલીફોનીક અથવા રૂબરૂ જિલ્લા પ્રમુખને ટેલીફોનીક જાણ કરવાથી નિરાકરણ થઇ શકે છે. તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]