જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે 'હું મતદાન કરીશ' સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qsbfpz0h71snelq5/" left="-10"]

જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે ‘હું મતદાન કરીશ’ સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ


જામનગર આગામી તા.1 ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે અને મતદાનમાં અવશ્ય ભાગ લે તેવા ઉદ્દેશ્યથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 'સિગ્નેચર કેમ્પેઈન' શરૂ કરવામાં આવ્યું છે. આજે જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીની પ્રેરક ઉપસ્થિતમાં 'હું મતદાન કરીશ' સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરે તેવી અપિલ
સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી થતા જિલ્લા ચૂંટણી અધિકારીએ જામનગર જિલ્લાના મતદારોને સો ટકા મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, કલેક્ટર કચેરીએ આવતા અરજદારો આ સાઈનબોર્ડ પર સિગ્નેચર કરી અને મતદાન કરવાનો સંકલ્પ લે. જિલ્લાના મતદારો ઉત્સાહપૂર્ક મતદાન કરે અને મતદાનની જાગૃત્તિ પ્રસરે તેવા હેતુથી શહેરના વધુ અવર જવર વાળા મુખ્ય સ્થળોએ પણ આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ તકે અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી, સ્વિપ નોડલ ફોરમ કુબાવત વગેરેએ સિગ્નેચર બોર્ડમાં સિગ્નેચર કરી મતદાન કરવાના શપથ લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]