ધંધુકા ૫૯ બેઠક ઉપર ભાજપના કાળુભાઇ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p3prs2sc2cqiyude/" left="-10"]

ધંધુકા ૫૯ બેઠક ઉપર ભાજપના કાળુભાઇ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું.


ધંધુકા ૫૯ બેઠક ઉપર ભાજપના કાળુભાઇ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ૫૯ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધંધુકા વિધાનસભા બેઠક માટેના ઉમેદવાર કાળુભાઈ ડાભીએ તેમના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી પ્રાંત ઓફિસર વાઈ પી ઠક્કર સમક્ષ ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું તેમજ જાહેર સભા અને રેલી યોજવામાં આવી હતી. આ પ્રસંગે સંતો મહંતો દ્રારા દીપ પ્રાગટય કરી ઉમેદવાર ને જીત ના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા,અમોહભાઈ શાહ,પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો,હોદેદારો તેમજ કાર્યકરો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ધંધુકા ૫૯ વિધાનસભા બેઠકમાં ચાર તાલુકા આવે છે જેમાં ધંધુકા તથા ધોલેરા તાલુકાનો સમાવેશ અમદાવાદ જિલ્લામાં થાય છે જ્યારે બરવાળા તથા રાણપુર તાલુકા નો સમાવેશ બોટાદ જિલ્લામાં થાય છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]