ખેડબ્રહ્મા ખાતે બાળ સુરક્ષા સેવા અંતર્ગત મોટીવેશનલ વર્કશોપ સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qqvvbbhcojpwaer0/" left="-10"]

ખેડબ્રહ્મા ખાતે બાળ સુરક્ષા સેવા અંતર્ગત મોટીવેશનલ વર્કશોપ સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાય


ખેડબ્રહ્મા ખાતે બાળ સુરક્ષા સેવા અંતર્ગત મોટીવેશનલ વર્કશોપ સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયો
*********
૩૮૨ બાળકોએ અને તેમના પાલકોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો
********
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડબ્રહ્મા શહેર સ્વામી વિવેકાનંદ કોમ્યુનિટી હોલ ખાતે બાળ સુરક્ષા સેવા અંતર્ગત મોટીવેશનલ વર્કશોપ સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા ૩૮૨ બાળકો અને તેમના પાલક માતા-પિતાએ ભાગ લીધો હતો. પોશીના તાલુકાના કાલિકાકર ગામના પાલક માતા પિતા યોજના અંતર્ગત બે બાળકોને સહાય મંજૂરીના આદેશ મહાનુભવોના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ પાલક માતા પિતા યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને સ્પોન્સરશીપ યોજનાના લાભાર્થી બાળકો અને વાલીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને ભવિષ્યના સારા નાગરિક બની શકે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આ બાળકોને સારું શિક્ષણ મળી રહે તેમજ ભવિષ્યમાં તેમને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં વિનાયકભાઈ મહેતા ચેરમેનશ્રી બાળ કલ્યાણ સમિતિ સાબરકાંઠાએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું.
રોજગાર વિભાગના અધિકારીશ્રીએ આ બાળકોને કારકિર્દી અંગે માર્ગદર્શન આપી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી પગભર થવા પ્રેરીત કરી ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા દ્વારા બાળકોને બેંક વ્યવહાર કઈ રીતે કરવો અને ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોની સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ.એસ. પાંડોર, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને તથા તેમના વાલીઓને શિક્ષણના મહત્વ ઉપર માર્ગદર્શન આપી. આ જરૂરિયાતવાળા બાળકોનું તેઓ પાલક વાલી તરીકે સારામાં સારું ધ્યાન રાખી તેમને ભવિષ્યના સારા નાગરિક બનાવા હેતુથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]