જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવી - At This Time

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવી


ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ દ્વારા તારીખ: - ૦૪ થી ૧૦ ઓક્ટોબર,૨૦૨૨ દરમિયાન વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદના કો.ઓર્ડીનેટર નિકુંજભાઈ પંડિતના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ અંતર્ગત આકાશ દર્શન,પોસ્ટર મેકિંગ સ્પર્ધા,નિબંધ લેખન સ્પર્ધા તથા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી વિશેષ સંસ્થાના ડાયરેક્ટર શ્રી માધવસ્વરૂપદાસજી સ્વામી,કેમ્પસ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટીયા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદના પ્રો.ઇન્ચાર્જ શ્રી કાળુભાઈ ભોહરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.