ડો ઇન્દ્રવદન પરમાર તથા મુન્ના રાજપૂત બંને કલાકારો ને ગોલ્ડન આઇકોન એવોર્ડથી સન્માનિત કર્યા. - At This Time

ડો ઇન્દ્રવદન પરમાર તથા મુન્ના રાજપૂત બંને કલાકારો ને ગોલ્ડન આઇકોન એવોર્ડથી સન્માનિત કર્યા.


પંચમહાલ

Il પંચમહાલ ગોધરા નું ગૌરવ શૈક્ષણિક ફિલ્મનાં એકમલક્ષી ફિલ્માંકન થી સમગ્ર ઢોલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘોડીની સ્વામીભક્તિ ફિલ્મ દ્વારા ઇનોવેટિવ કલાકાર તરીકે ઉભરી આવતા ડૉ ઈન્દ્રવદન પરમાર તથા વિલન કલાકાર મુન્ના રાજપુત બંને કલાકારો નું ગોલ્ડન આઇકોન એવોર્ડ 2023 થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજકલાકારો વચ્ચે ભવ્યસન્માન ll

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના શ્રેષ્ઠ કલાકારોને તેમની વિશેષ શ્રેષ્ઠ ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય પર્ફોર્મન્સને લઈને તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિશેષમહાનુભાવોની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીસિને મેજિક વર્લ્ડ વાઈડ દ્વારા મેરીગોલ્ડ હોટલ નિકોલ ના બંકેટહોલમાં 15 મી ફેબ્રુઆરી2023ના રોજ સાંજના સમયે શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ઇનોવેટિવમાધ્યમિક શિક્ષક શ્રી ઈન્દ્રવદન પરમાર દ્વારા ઘોડીની સ્વામી ભક્તિ એજ્યુકેશનલ ફિલ્મ સમગ્ર રાજ્યના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મૂલ્યલક્ષી ફિલ્મ અને ગુણવત્તા યુક્ત ફિલ્મ બનાવેલ હોય તે ફિલ્મમાં જબરજસ્ત અદભુત શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપેલહોય ઘોડીની સ્વામીભક્તિ ફિલ્મ આર્ટિસ્ટ ડૉ ઈન્દ્રવદન પરમાર ને ફિલ્મ શ્રેષ્ઠઅભિનેતા ગોલ્ડન આઇકોન એવોર્ડ 2023 થી સન્માનિત કરીને તથા બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસર નો ફિલ્મી ગોલ્ડન આઇકોન એવોર્ડ 2023 તેમજ શ્રેષ્ઠવિલન નકારાત્મક અભિનય માટે મુન્ના રાજપુત ને સિને મેજિક દ્વારા પસંદગી કરી ઘોડીની સ્વામીભક્તિ ફિલ્મના આ બંને કલાકારોને જાહેર મંચ ઉપરથી જબરદસ્ત આનંદીત વાતાવરણ વચ્ચે દબદબાભેર સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ગોધરામાં બનેલ લેન્ડગ્રેબીગ ફિલ્મનું મ્યુઝિકપોસ્ટર લોન્ચિંગ થયું નિર્માતા જગદીશ બારિયા તથા નિર્દેશક હરીશ બારીયા બાબુ સોલંકી તથા કૌશિક બારીયા સહિત કલાકારો ઉપસ્થિત રહ્યા અને લેન્ડ ગ્રેબીંગ ફિલ્મમાં ડૉ ઈન્દ્રવદન પરમારેઅભિનય પરફોર્મન્સ આપેલ હોય કલાકારોમાં પણ ઇન્દ્રવદન પરમાર પોસ્ટર લોન્ચિંગ માં ઉપસ્થિત રહ્યાં હતાં..
પ્રોડ્યુસર જગદીશ બારીયા દિગ્દર્શક હરિષ બારીયા તથા લેન્ડગ્રેબિંગ ફિલ્મના કલાકારો આ પ્રસંગે વિશેષઉપસ્થિત હતા ત્યારે સિને મેજિક દ્વારા ઉપસ્થિત કલાકારોને પણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા... આગામી દિવસોમાં લેન્ડ ગ્રેબીગ રિલીઝ થશે.. ઘોડીની સ્વામી ભક્તિ એજ્યુકેશનલઅર્બન મુવીyoutube ચેનલ ઈન્દ્રવદન પરમાર પર જોઈ શકાય છે

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
મો.8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.