લુણાવાડાની કોટેજ ચોકડી ખાતે કારમાં અચાનક આગ ભભૂકી કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ - At This Time

લુણાવાડાની કોટેજ ચોકડી ખાતે કારમાં અચાનક આગ ભભૂકી કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ


મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આજે એક કારમાં અચાનક આગ ભભૂકી હતી.શહેરની કોટેજ ચોકડી ખાતે અગમ્ય કારણોસર કારમાં આગ લાગી હતી. કારમાં બે લોકો સવાર હતા જે સમયે આગ લાગી હતી. જોકે સદનસીબે કારમાં સવાર બંને લોકો સમય સુચકતા વાપરી કાર માંથી તરત નીચે ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.જ્યારે લુણાવાડા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

લુણાવાડા તાલુકાના મોટી દેનાવાડ ગામના વતની નારાયણભાઈ પટેલ અને અન્ય એક તેમની સાથેના વ્યક્તિ લુણાવાડા ખાતે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્યા હતા જે દવા લઈ પરત તેમના ઘરે જતા હતા તે સમયે શહેરની કોટેજ ચોકડી પર અચાનક તેમની કાર બંધ પડી ગઈ હતી જે બાદ તેઓએ કાર ચાલુ કરવા જતાં કારમાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી અને કાર માંથી આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.બંને કારમાં સવાર લોકો સમય સુચકતા વાપરી કાર માંથી નીચે ઉતરી ગયા હતા. અને લુણાવાડા નગર પાલિકા ફાયર વિભગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જયમલભાઈ પરમાર તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પોહચી ટ્રાફિક વ્યવસ્થા કરી હતી. આગની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળા વળ્યાં હતા. સમગ્ર બનાવમાં કોઇ જાનહાની થઈ નથી પરંતુ કાર બળીને ખાક થઈ છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.