વિરપુર-બાલાસિનોર મુખ્ય રોડ ઉપર LED સ્ટ્રીટ લાઇટ આખરે ચાલુ કરાઈ... - At This Time

વિરપુર-બાલાસિનોર મુખ્ય રોડ ઉપર LED સ્ટ્રીટ લાઇટ આખરે ચાલુ કરાઈ…


વિરપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી LED સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હતી જેને લઈને રાહદારીઓ અને સ્થાનિક લોકોને રાત્રીના સમયે ભારે હાલાકી વેઠવી પડી રહી હતી ત્યારે સ્થાનિકોએ અવર નવર સ્થાનીક ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી હતી પણ ગ્રામ પંચાયત પાસે પોતાનું હાઇડ્રોલિક સીડી ઉપલબ્ધ ન હોવાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડી રહી હતી ત્યારે વિરપુર અર્બન બેંક ડિરેક્ટર અને વિરપુર ગ્રામ પંચાયત સદસ્ય જોગેનભાઇ શુક્લ,વહીવટદાર નરેશભાઇ પટેલ લુણાવાડા નગરપાલીકાના પૂર્વ પ્રમુખ બ્રિન્દાબેન શુક્લ,વરધરા તાલુકા પંચાયત સદસ્ય જીગરભાઇ પટેલના અથાગ પ્રયત્નોથી લુણાવાડા નગરપાલીકાની હાઇડ્રોલિક સીડી માટે પ્રયત્નો કરતા વિરપુર નગરની બંધ પડેલ સ્ટ્રીટ LED લાઈટ હાઇડ્રોલિક સીડીની મદદથી ચાલુ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.