વિસાવદરના ચકચારી વિશ્વાસઘાત તથા ઠગાઈના કેસમાં તમામ આરોપીઓના જામીન મંજુર કરતી વિસાવદર કોર્ટ - At This Time

વિસાવદરના ચકચારી વિશ્વાસઘાત તથા ઠગાઈના કેસમાં તમામ આરોપીઓના જામીન મંજુર કરતી વિસાવદર કોર્ટ


વિસાવદરના ચકચારી વિશ્વાસઘાત તથા ઠગાઈના કેસમાં તમામ આરોપીઓના જામીન મંજુર કરતી વિસાવદર કોર્ટ
વિસાવદરતા.વિસાવદર તાલુકાના ઢેબર ગામના ફરિયાદીએ તેમની સામે તથા વિસાવદર પંથકના જુદા જુદા લોકો સાથે ગ્રે માર્કેટમાં તથા શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી વડોદરા ખાતે રહેતા અર્પિત સોમાભાઈ બ્રહ્મભટ્ટ તથા તેના ભાઈ હાર્દિક, પિતા સોમાભાઈ તથા માતા ઇલાબેન એક સંપ કરી એકબીજાને મદદગારી કરી વિશ્વાસ માં લઇ શેર બજારમાં તથા ગ્રે માર્કેટમાં રોકાણ કરવા પોતાના તથા તેના માતા પિતા તથા ભાઈના એકાઉન્ટમાં રૂપિયા મંગાવી આવી રકમ ખાતામાંથી ઉપાડી લઈ ફરિયાદી તથા સાહેદોના મળી કુલ રુપિયા તેર લાખ ઉપરની રકમ ઓળવી જઈ ગંભીર ગુનો કરતા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તે કામમાં આરોપીઓએ વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીને રોકેલ હતા જેમાં મુખ્ય આરોપીની જામીન પણ નામદાર વિસાવદર જે.એમ.એફ.સી કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ હતી ત્યારબાદ અન્ય ત્રણ આરોપી દ્વારા વિસાવદર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરવામાં આવેલ હતી જે અરજીમાં ધારાશાસ્ત્રી નયનભાઇ જોશી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના તથા વિવિધ ઉચ્ચ અદા લતોના ચુકાદા રજૂ કરી ધારદાર દલીલો કરતા નામદાર સેસન્સ જજ શ્રીમાળીસાહેબ દ્વારા ત્રણ આરોપીને યોગ્ય રકમના જમીન ઉપર મુકત કરેલ જ્યારે સેસન્સ કોર્ટે આગોતરા જામીન ઉપર મુક્ત કરવા આદેશ કર્યો હતો અને અન્ય આરોપી ને જમીન મુક્ત કરવા આદેશ કરેલ હતો

રિપોર્ટહરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.