બોટાદ ટાઉન વિસ્તારમા ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ - At This Time

બોટાદ ટાઉન વિસ્તારમા ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ


બોટાદ ટાઉન વિસ્તારમા ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પકડી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

ગઈકાલે એટ ધીસ ટાઈમ ન્યુઝ મા અહેવાલ પ્રકાશિત થતા પોલીસ એકશનમાં.

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી નાઓએ અસરકારક કામગીરી કરવા પોલીસ સ્ટેશન સ્ટાફને સુચના કરેલ જે આધારે પોલીસ સ્ટાફના યોગેશભાઈ અરવિંદભાઈ સોલંકી અ.પો.કોન્સ બ.નં-૫૪૧ નાઓની ચોક્કસ બાતમી હકીકત આધારે બોટાદ પાળીયાદ રોડ પરમેશ્વર હોટલ પાછળ S.R. સ્કુલ ની પાછળ રહેતો ભરતભાઇ જગમાલભાઇ દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે જે જગ્યાએ રેઇડ કરતા ગોળપાણીનું રસાયણ ૩૦ લીટરની કિ.રુ.૬૦/-તથા ૩૫ લીટર દેશીદારૂ કિ.રૂ.૭૦૦/-તથા દેશી દારૂની ભઠ્ઠી ચલાવામા વપરતી સાધન સામગ્રી મળી કુલ કિંમત રૂપીયા-૧૩૧૦/-ના મુદ્દામાલ સાથે ઇસમને પકડી પાડી પ્રોહીબીશીન કલમ હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.