વિસાવદરની ચામુંડા ગરબી મંડળ દ્વારા વિવિધ ૭૬ ઇનામો અપાયા - At This Time

વિસાવદરની ચામુંડા ગરબી મંડળ દ્વારા વિવિધ ૭૬ ઇનામો અપાયા


વિસાવદરની ચામુંડા ગરબી મંડળ દ્વારા વિવિધ ૭૬ ઇનામો અપાયા

પૂર્વ ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબડીયાના ધર્મપત્ની નિશાબેન રિબડીયા દીકરીઓ સાથે ગરબા લીધા*
વિસાવદરતા.વિસાવદર શહેરની સૌથી જૂની અને ૪૩ વર્ષથી જાણીતી ગરબી એટલે ગામની જૂની હવેલીની ગરબી હાલ નવરૂપ રંગ સાથે નવા નામથી ચામુંડા ગરબી નોરતાના પંદર દિવસ અગાવથી આ ગરબીના સંચાલકો દ્વારા તૈયારી કરવામાં આવે છે અને સૌથી જૂની ગરબી હોય તેથી આ ગરબી જોવા માટે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રીના ઘર પરિવાર સાથે આ ગરબી જોવા આવે છે આ ગરીબીમાં વર્ષોથી સંચાલકો કાલ ક્રમે બદલતા રહે છે અને નવા નવા કાર્યકરો માતાજીના આ સેવા કાર્યોમાં જોડાતા રહે છે અહીં આજની તારીખે પણ અતિ પ્રાચીન અને અર્વાચીન ગરબાની ઉપર બહેનો સુંદર મજાના સંગીતના તાલે ગરબા લ્યે છે વિસાવદર શહેરની માત્ર આ એક જ ગરબી છે કે જ્યાં ૧૨ વર્ષ ઉપરાંતની દીકરીને રાખવામાં આવતી નથી આ ગરબીની ખાસ વિશેષતા એ છે કે ખૂબ જ નાની નાની કુવારીકાઓ જેને અન્ય કોઈપણ ગરબી મંડળમાં રાખવામાં ન આવે તેવી તમામ દીકરીઓના ઉત્સાહ ઉમંગ જોઈ આ ગરબીમાં રાખવામાં આવે છે આ ગરબીમાં અતિ નાની બાળાઓ કાળી ધેલી ભાષામાં માતાજીના ગરબા લેતી સાક્ષાત જગદંબા સમાન દીકરીઓ જાણે કે માતાજીના બાળ સ્વરૂપ હોય તે રીતે ગરબા લ્યે છે અને આ બાળાઓનો રાસ જોવા લોકો ઉમટી પડે છે. આ ગરબી વર્ષોથી અહીં થાય છે વિસાવદરમાં અનેક ગરબીઓ બંધ થાય છે અને ફરી નવા સંચાલકો આવતા ફરી ચાલુ કરાય છે ત્યારે વિસાવદરમાં જૂની બજાર તરીકે ઓળખાતા રોડ ઉપર જૂની હવેલીમાં પહેલા આ ગરબી થતી પરંતુ છેલ્લા ચાલીસેક વર્ષથી ત્યાં રોડ ઉપર આ ગરબી થાય છે. આ ગરબીમાં દાતાઓ તરફથી આપવામાં આવતી લાણી દરરોજ બાળાઓને આપવામાં આવે છે ઉપરાંત ગરબીમાં નાત જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીની દીકરીને રાખવામાં આવે છે પછી તે ગમે તે વિસ્તારની હોય આ ગરબીમાં રાખવામાં આવે છે.આ ગરબીમાં વિવિધ દાતાઓ તરફથી રોકડ તેમજ ઇનામો આપવામાં આવેલ હતા અને તે ઇનામોનું વિતરણ તા.૮/૧૦/૨૨ ના રોજ રાખવામાં આવેલ હતું જેમાં પણ પૂર્વધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના પત્ની તથા વિવિધ આગેવાનોએ હાજરી આપેલ હતી અને ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું આ સમગ્ર ગરબી મંડળના સંચાલકોએ તમામ ઇનામોના દાતાશ્રીઓ અને રોકડ ફાળો આપનાર તમામ લોકોનો આભાર માનેલ અને તમામ દાતાઓનો ભવિષ્યમાં પણ આવો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા સાથે ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.