ગીર સોમનાથ જિલ્લાના ઉના પ્રાંત અધિકારી માં માછીમારોના પ્રશ્નોને લઈને અસિલ મંચ અને દરિયા નો ડાયરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ઉના પ્રાંત અધિકારી માં માછીમારોના પ્રશ્નોને લઈને અસિલ મંચ અને દરિયા નો ડાયરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું


અસીલ મંચ સંગઠન અમરેલી તથા દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉના દ્વારા તા ૧૮ / ૦૬ / ૨૦૨૨ ના રોજ શુભમ બાગ ઉના મુકામે અસીલ મંચ ની મીટીંગ નું આયોજન કરી ઉના તાલુકાના સૈયદ રાજપરા , સેન્જળિયા , ખડા બંદર , સીમર બંદર , નવાબંદર ના માછીમારો તથા માછીમારી સાથે સંકળાયેલા લોકો ના પ્રશ્નો ની ચર્ચા કરેલ જેમાં આ તમામ બંદર ના માછીમારો ના ફિયરીઝ વિભાગને લગતા કામો માટે જાફરાબાદ મદદનીશ ફિસરીઝ નિયામકની કચેરી હોય તેમજ આ કચેરીમાં પૂરતો સ્ટાફ ન હોવાને લીધે લોકોને ખુબજ મુશ્કેલી ઉભી થાય છે અને સમયસર માછીમારો ના ફિસરીઝ કચેરી ને ને લગતા કામો થતા નથી જેથી આવા પ્રશ્નો ના નિરાકરણ માટે ઉના મુકામે મદદનીશ ફિસરીઝ નિયામકની પેટા કચેરી ચાલુ નવામાં આવે વે તો માછીમારો ને તેને ને લગતા કામો માટે જાફરાબાદ કે વેરાવળ ઓફીસ જવું ના પડે જે માંગણી મુજબ , ઉના નાયબ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું આ કાર્યક્રમ માં દરિયા નો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉનાના જયનીલભાઈ કુહાડ , માનસિંગભાઈ કતિરા , ગોપાલભાઈ , પ્રશાંતભાઈ દરિયાદીલ ફાઉન્ડેશન ના ભરતભાઈ કામલિયા , ધ લાઈન જર્ની ઓફ ગીર ગ્રુપ ના રમેશભાઇ રાઠોડ , સ્વયં સેવક પીયૂષભાઈ , વાસરામભાઈ , ર મેશભાઈ સોલંકી હસમુખભાઈ વાઝા તથા અસીલમંચ સાથે જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon