સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર ખાડાનો વિડિયો આપના આગેવાને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રજૂઆત કરાઈ. - At This Time

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર ખાડાનો વિડિયો આપના આગેવાને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રજૂઆત કરાઈ.


સુરેન્દ્રનગર બ્રહ્માકુમારી સર્કલથી ચાલુ થતા 80 ફુટનો રોડ બિસ્માર હાલતમાં છે જેથી સુરેન્દ્રનગર નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં સુરેન્દ્રનગર પાલિકા આ સમસ્યાનો નિરાકરણ કરવા માટે કોઈ નક્કર કામગીરી કરતી નથી સુરેન્દ્રનગર નગરપાલિકાના શાસકો માત્ર નગરપાલિકામાં પોતાનો જૂથવાદ પોષવા સિવાય પ્રજાલક્ષી કોઈ કામગીરી કરતા નથી. 80 ફુટના રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે અને તેના વેપારીઓ અને રહેવાસીઓને પણ પારાવાર સમસ્યા પડે છે આમ છતાં નગરપાલિકા ના પ્રમુખ, ચીફ ઓફિસર અને સુરેન્દ્રનગર નગરપાલિકાના સત્તાધીશો ઉપરોક્ત બાબત પ્રાથમિક ઉપરોક્ત પ્રાથમિક સુવિધાને કોઈપણ જાતની કામગીરી કરતા નથી આ સમસ્યા બાબતનો વિડીયો બનાવી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને મોકલી ઉપરોક્ત સમસ્યાનું નિરાકરણ કરવા માટે રજૂઆત કરી છે અને સાથે ચેતવણી પણ આપી છે કે ઉપરોક્ત સમસ્યાનો નિરાકરણ જો તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો બ્રહ્માકુમારી સર્કલ પર અમારી ટીમ દ્વારા ઢોલ નગારા સાથે વિવિધ બેનરો બનાવી આશ્ચર્ય જનક કાર્યક્રમ આપીશું
ઉપરોક્ત લોક સમસ્યા અતિશય ગંભીર હોય આપના સમાચાર માધ્યમમાં ઉપરોક્ત સમસ્યાને ઉજાગર કરો સમસ્યાનું નિરાકરણ થાય તે માટે સહકાર આપો તેવી અપેક્ષા રાખું છું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.