બપોરે ગરમીની બજારો ઉપર અસર દેખાઈ - At This Time

બપોરે ગરમીની બજારો ઉપર અસર દેખાઈ


જિલ્લામાં ફરી ગરમી પ્રકોપ શરૂ તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને આંબ્યો. જિલ્લામાં છેલ્લા પ દિવસથી ગરમી પ્રકોપમાં રાહત રહ્યા પછી મંગળવાર બપોર પછી ફરી તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને આંબી જતાં બપોરે ગરમીની બજારો, મોલ સહિત માર્ગો ઉપર અસર જોવા મળી હતી. એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી જાય તેવી આગાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કાળઝાળ ગરમીએ પ્રજાને ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર કરી દીધા પછી એકાએક પવનની દીશા બદલાઈ અને તાપમાનનો પારો ૪૨ ડિગ્રીથી ક્રમશ ગગડીને ૩૭ ડિગ્રીએ પહોંચતાં પ્રજાને ગરમીમાં રાહત મળી પરંતુ બફારામાં કોઈ રાહત જોવા મળી ન હતી. ગરમીનો પારો નીચે ઉતરતાં લગ્નસરાના અવસર સહિત અન્ય પ્રસંગોમાં પણ લોકો જોવા મળ્યા હતા. પરંતુ મંગળવારે ફરી એકવાર ગરમી પ્રકોપના સંકેત આપ્યા છે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને પાર કરી ગયો છે અને આગામી ર દિવસ દરમ્યાન ૩ થી ૪ ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. ગરમી પ્રકોપ વધતાં ફરી એક વખત જિલ્લામાં લૂ લાગવાના કેસમાં વધારો થવાની સાથે ઓરેન્જ એલર્ટની પણ સ્થિતિ આવી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.