તા.૨૪/૦૪/૨૦૨૪ ગુજસીટોક ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી - At This Time

તા.૨૪/૦૪/૨૦૨૪ ગુજસીટોક ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી


તા.૨૪/૦૪/૨૦૨૪ ગુજસીટોક ના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી

બોટાદટાઉન૧૧૧૯૦૦૦૨૨૩૧૨૭૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો બોટાદ પો.સ્ટે. માં તા.૨૩/૦૮/૨૦૨૩ ના રોજ ક.૦૧/૦૦ વાગ્યે જાહેર થયેલ છે જે ગુન્હાની તપાસ દરમ્યાન ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટની ૨૦૧૫ ની કલમ ૩(૧)(૨), ૩(૨), ૩(૩), ૩(૪), ૩(૫) નો ઉમેરો કરવામાં આવેલ જે ગુન્હામાં આરોપીઓ (૧) કુલદીપભાઇ શીવરાજભાઇ ખાચર ઉર્ફે કુલદીપ માત્રા જાતે-કાઠી દરબાર રહે.બોટાદ, વિક્કી સિમેન્ટ ની ફેક્ટરી પાસે, તા.જી.બોટાદ તથા (૨) ભરતભાઈ જીવાભાઇ ગોવાળીયા રહે.બોટાદ, પાળીયાદ રોડ, તા.જી.બોટાદ વાળાની ધરપકડ કરવામાં આવેલ તથા આરોપીઓ (૩) જગદિશભાઇ રતિલાલ મહેતા રહે.બોટાદ, પાળીયાદ રોડ, તા.જી.બોટાદ મુળ રહે.ગ્રાંભડી, તા.સાયલા જી.સુ.નગર તથા (૪) દીલીપભાઇ જીલુભાઇ જેબલીયા રહે.નાગડકા, તા.સાયલા,સુરેન્દ્રનગર વાળા આ ગુન્હાના કામે નાસતા ફરતા હોય જે પૈકી આરોપી જગદિશભાઇ રતિલાલ મહેતા ઉર્ફે જગો ગોર રહે.બોટાદ, પાળીયાદ રોડ, તા.જી.બોટાદ મુળ રહે.ગ્રાંભડી, તા.સાયલા જી.સુ.નગર વાળો પાટણ જીલ્લાના સિધ્ધપુર ખાતે હોવાની બાતમી આધારે સિધ્ધપુર ખાતેથી પકડી પાડી તપાસના કામે સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતે રજુ કરતા આરોપીના દિન - ૦૫ ના પોલીસ તપાસના રીમાન્ડ મંજુર થયેલ છે. આ ગેંગ વિરૂધ્ધમાં કુલ ૫૮ ગુન્હાઓ નોંધાયેલ છે. જે પૈકી આ આરોપી વિરૂધ્ધ કુલ ૧૫ ગુન્હાઓ નોંધાયેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.