જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા દિવાળી ના તહેવારો નિમિત્તે ૫૦૦ કીટનું જરૂરિયાતમંદ બાળકો અને લોકોમાં વિતરણ. - At This Time

જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા દિવાળી ના તહેવારો નિમિત્તે ૫૦૦ કીટનું જરૂરિયાતમંદ બાળકો અને લોકોમાં વિતરણ.


જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા દિવાળી ના તહેવારો નિમિત્તે ૫૦૦ કીટનું જરૂરિયાતમંદ બાળકો અને લોકોમાં વિતરણ.

ઉત્ત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન ઇન્ડિયા અને ઇન્ડિયા ફૂડ બેન્કિંગ નેટવર્ક સંસ્થાના સહયોગથી જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા બોટાદ શહેરમાં દિવાળીના તહેવાર ની ઉજવણી જરૂરત મંદ લોકો ખુશી અને મુસ્કુરાહટ સાથે કરી શકે તેવા ઉમદા હેતુથી 500 કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં રાશન, ચોકલેટ, વેફર ,બિસ્કીટ, ફ્રુટ જ્યુસ જેવી વસ્તુઓ બોટાદ શહેરના વિવિધ વિસ્તારો તુરખા રોડ, પાળીયાદ રોડ, ભાવનગર રોડ, તાજપર રોડ, ઢાંકણીયા રોડ પર ઝુપડપટ્ટી વિસ્તાર મા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા રૂબરૂ લોકો ને વિતરણ કરવામાં આવેલ. સમગ્ર આયોજનમાં પ્રમુખ માધવજીભાઈ માણીયા, યુનિટ ડાયરેક્ટર કેતનભાઇ રોજાસરા, ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા, ચંદુભાઈ સાવલિયા,ડી.એ.દિલીપભાઈ ભલગામિયા,ડી.એફ.દિપકભાઈ માથુકિયા, દર્શનભાઈ પટેલ, વિજયભાઈ વાળા,આશિષભાઈ ચંદ્રાણી સફળતાપૂર્વક કામગીરી બજાવેલ. બોટાદ દ્વારા જરૂરિયાત મંડળ બાળકો અને લોકોમાં દિવાળીનો તહેવાર ખુશી પૂર્ણ ઉજવશે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવેલ.

Report, Nikunj Chauhan Botad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.