સ્વિસ બેંક ના ડેટા લાવવાની વાત કરનાર ને દેશ ની SBI ના ડેટા નહોતા મળતા સુપ્રીમ ના આદેશ બાદ યુનિક નંબર જાહેર થવા થી અચરજ પામી જવાય તેવા નામો સામે આવી રહ્યા છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/q8cs8udvjmvkvgob/" left="-10"]

સ્વિસ બેંક ના ડેટા લાવવાની વાત કરનાર ને દેશ ની SBI ના ડેટા નહોતા મળતા સુપ્રીમ ના આદેશ બાદ યુનિક નંબર જાહેર થવા થી અચરજ પામી જવાય તેવા નામો સામે આવી રહ્યા છે


સ્વિસ બેંક ના ડેટા લાવવાની વાત કરનાર ને દેશ ની SBI ના ડેટા નહોતા મળતા સુપ્રીમ ના આદેશ બાદ યુનિક નંબર જાહેર થવા થી અચરજ પામી જવાય તેવા નામો સામે આવી રહ્યા છે

કચ્છ ના અંજાર ના દલિત ખેડૂતે ૧૧૫ ઇલેકટોરલ બોન્ડ ભાજપ ને ૧૧ કરોડ ના અને શિવસેવા ને ૯૯ લાખ ના ઇલેક્ટ્રોલ બોન્ડ દાન માં આપ્યા

દલિત પરિવાર ના ખાતા ગ્રામીણ બેંક માં હોવા છતાં ખાનગી બેંક માં ખાતા કેમ ખુલ્યા ? વેલસ્પન કંપનીના અને બેંક સામે અરજદાર ની ફરિયાદ

દલિત પરિવાર ના જમીન સંપાદન ના નાણાં ચૂંટણી બોન્ડ માં કેવી રીતે ગયા ? દાન દેનાર પરિવાર ચૂંટણી બોન્ડ વિશે અજાણ વિશ્વનું સૌથી મોટું કોભાંડ કહેવાય એવી ઈલેક્ટોરલ બોન્ડ સ્કિમની વિગતો બહાર આવ્યા બાદ એ મુદ્દો ભુલાવવા કે ડાયવર્ટ કરવાના સરકારના અનેક પ્રયાસો બાદ પણ એમાંથી દરરોજ આશ્ચર્ય પામી જવાય એવા લાખો - કરોડોના કૌભાંડો બહાર આવતા જાય છે. હવે ઈલેક્ટોરલ બોન્ડમાં પ્રથમ દષ્ટિએ જ ગુજરાતનું સૌથી મોટું કહી શકાય એવું કૌભાંડ સામે આવી રહ્યું છે. અંજારના વરસામેડી ગામના ખેડૂત પરિવારના નામે ઈલેક્ટોરલ બૉન્ડના માધ્યમથી ૨૦૨૨ માં અંદાજે ૧૧ કરોડ ૯૯ લાખ જેટલી તોતિંગ રકમ ભાજપ અને શિવસેનાને આપવામાં આવી હતી.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ઈલેકટોરલ બૉન્ડ વિગતો ચૂંટણી પંચને આપવાની ફરજ પડી હતી. ચૂંટણી પંચે બૉન્ડના દાતાઓ અને એ બોન્ડ વટાવનારી કરાવનારી રાજકીય પાર્ટીઓની યાદી પોતાની વેબસાઈટ પર મુકી છે એ યાદીમાં વરસામેડી ગામના સવાભાઈ મણવર અને તેમના પરિવારજનોના નામે ૧૧૫ જેટલા બોન્ડ્સ ખરીદાયા હોવાની નોંધ છે. યુનિક નંબરથી મેચ કરતા એ બોન્ડ ભાજપ અને શિવસેના દ્વારા એનકેશ કરાયા હોવાનું જાણવા મળે છે. સાથે જ પરિવાર દ્વારા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ખાતુ હોવા છતા એકિસસ બેન્કમાં ૬ જેટલા નવા ખાતાઓ ખોલાવ્યાનું પણ જાણવા મળ્યું છે.એટલું જ નહીં ચૂંટણી પંચે જાહેર કરેલા બોન્ડ ખરીદનારની યાદીમાં પાના નંબર ૩૨૪ થી તમામના નામની વિગતો જોવા મળી રહી છે આ મામલે સવાભાઈ દ્વારા અંજાર પોલીસ મથકમાં વેલસ્પન કંપનીના અધિકારી મહેન્દ્રસિંહ સોઢા તેમજ સ્ટેટ બેંકના અધિકારી ઓ સામે છેતરપિંડીની અરજી કરવામાં આવી છે. જેમાં જમીન સંપાદનના રૂપિયાના છેતરપિંડીથી બૉન્ડની ખરીદી કરાવી દાન કરાવી દેવાયાના આક્ષેપો કરાયા છે.સવાભાઈના પરિવાર પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી અને તે ઈલેક્ટોરલ બોન્ડમાં ગયા કેવી રીતે એ વિશે જાણીતી ટીવી ચેનલ ને તેમના પુત્ર રમેશ મણવરનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ શું છે એ અમે જાણતા હોત તો આ દિવસ જોવાનો આવે ખરો ? કંપનીવાળાએ એ લોકો થ્રુ દાન અપાવ્યું છે આ ભોળા માણસને નથી ખબર પણ નથી કે આ ઈલેક્ટોરલ બોન્ડ શું છે ? સાવ અભણ માણસ છે એમને થોડી ખબર પણ કેવી રીતે હોય! એમને તો પેલા એ કીધું હતું કંપનીવાળા તમારા ખાતામાં પૈસા પડયા રહેશે તો તમને ઈન્કમટેક્સની નોટિસો આવશે તો પહેલા ઈન્કમટેકસ નોટિસ આવી ગઈ હતી ઈન્કવાયરી આવી હતી તો
કોઈ સરકારી અધિકારી નો ભય લાગ્યો કે ના આ સાચી વાત છે. ભાપા અંગુઠાછાપ છે કંઈ ભણેલા નથી, ખાલી સહી કરતા આવડે છે વેલસ્પન કંપની અને તેના ૨-૩ જણા ની ટીમવાળાએ કીધું કે તમે આમાં SBI ગાંધીનગમાં બોન્ડ તરીકે રાખશોને તો બમણી રકમ થશે આ રીતે ફોસલાવીને પાવરનામા પર સહી કરાવી લીધી, અને કેવી રીતે શું ગોટાળો વાળ્યો મને કે મારા પરિવાર ને પણ ખબર નથી પડી બહુ ચાલાકીથી અને છેતરપિંડીથી આ કામ કર્યું છે આમાં તો ભણેલા ગણેલા માણસો હોય એ પણ છેતરાઈ જાય ઈલેક્ટોરલ બોન્ડ શું હોય અને કેવી રીતે થાય આપણને શું ખબર મારા બાપાને નામે ચેક દીધેલા રાજકીય વગ ધરાવતો વ્યકિત આમાં સામેલ નથી તો કંપની વેલસ્પનવાળાએ જ કર્યું જ કર્યું છે આપણે જે છે એ હકીકત કહીએ બાકી આમાં નથી કોઈ રાજકારણી કે કોઈ સરકારી અપિકારી આમાં આપણે કોઈ ભાજપ- કોંગ્રેસને વચ્ચે તણાય નહીં આ સમગ્ર પ્રકરણમાં વેલસ્પન જવાબદાર છે એણે જ ઠગબાજી કરી છે આ તો ઓનલાઈન જોયું તો ખબર પડી કે આ તો તમારા પૈસા ભારતીય જનતા પાર્ટીમાં ગયા.લાખ રૂપિયા કોઈને આપવા હોય તો ઓટીપી આપવા પડે તમે વિચાર કરો કે આમાં ઓટીપી વગર કંઈ નહીં અને આખા અગિયાર કરોડ પાવર નામા થી ઉપડી ગયા એટલે?ઈન્કમટેક્સ નોટિસોમાં બાપા હજી દોડી રહ્યા છે કારણ કે અગાઉ જે વ્હાઈટ પૈસા આપેલા છે એના માથે ઈન્કમટેક્સની નોટિસો આવેલી છે હવે આ ભાજપમાં ગયા કે ગમે તે રાજકીય પાર્ટીને દીધા કે અધિકારી ને દીધા ખપાવી દીપા હોય આખા ગેરકાયદેસર પડયંત્ર ની એ લોકો ભૂલ સ્વીકારીને પૈસા પાછા આપી દે તો આખી મેટર જ પતી જાય આ મામલે પોલીસમાં ફરિયાદ મોકલાવી છે હવે એને તપાસ કરવાની છે આગળ પોલીસે ધ્યાન આપવાનું છે અમે તો ખેડૂત માણસો છીએ તો આવા પ્રકરણોમાં મીડિયા મદદ કરે તો વેલસ્પનના અધિકારી મહેન્દ્ર સિંહ સોઢા પહેલાથી ઈન્વોલ્વ છે એમણે જોઈ લીધું કે આ અનુસૂચિત જાતિના લોકો છે દલિત છે આગળ કંઈ કરી શકશે નહીં. વર્ષોથી આવો અત્યાચાર અમારા માથે થતો આવ્યો છે કોના નામે કેટલા બોન્ડ ખરીદાયા ભચીબેન ૧૦૭૨૨૦૦૦ દેવલબેન મણવર ૧.૧૨૬૮૦૦ લખીબેન રાહોડ ૧૦૭૬૮૦૦૦ હીરીબાઈ હરીજન ૧૦૭૬૮૦૦૦ સવાભાઈ મણવર ૫.૫૦૦૬૦૦૦ દેવાભાઈ મણવર ૧૧૪૩૬૦૦૦ કોણે કેટલા વટાવ્યા ભાજપ ૧૧ કરોડ શિવસેના એ ૯૯ લાખ ચાર હજાર ના આવી રીતે જમીન સંપાદન ના નાણાં ઇલેકટોરલ બોન્ડ માં કેવી રીતે ગયા ? આમાં સંડોવાયેલ કોણ ? આ દલિત પરિવાર ને જમીન સંપાદન થી મળેલ નાણાં પરત મળશે કે કેમ ? જેવા અનેકો સવાલ સાથે ઇલેકટોરલ બોન્ડ નું સૌથી મોટું કૌભાંડ થી ધ્યાન ભ્રમિત કરવા અન્યત્ર ધ્યાન ભટકાવી દેવાઈ છે યુનિક નંબર બાદ રોજ અચરજ પામી જવાય તેવા વ્યક્તિ કંપની ઓના નામો આ કૌભાંડ માં સામે આવી રહ્યા છે સ્વિસ બેંક ના ડેટા લાવવાની વાત કરનાર ને દેશ ની બેંક ના ડેટા મળતા નહોતા સુપ્રીમ ના આદેશ બાદ ડેટા મળ્યા યુનિક નંબર બાદ રોજ અચરજ પામી જવાય તેવી હકીકતો બહાર આવી રહી છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]