શહેરા નગરના કર્મચારીને ગાડી ચઢાવી દઈશને પતાવીદે તેવી ધમકી આપવામાં આવી - At This Time

શહેરા નગરના કર્મચારીને ગાડી ચઢાવી દઈશને પતાવીદે તેવી ધમકી આપવામાં આવી


શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર નાઓને સૂચના કરેલી કે શહેરા નગર વિસ્તારમાં રખડતા ઢોરો પશુઓનો ત્રાસ વધારે છે જેના કારણે આવજાવ કરતા માણસોને ઘણી જ અગવડતા પડે છે જેથી રખડતાં પશુઓને પકડી પાંજરાપોળમાં મોકલી આપવા સૂચના કરવામાં આવી નગરપાલિકા ટીમ દ્વારા શહેરા નગર વિસ્તારમાં શહેરા બસટેન નજીક કેટલા પશુઓ હાઈવે રોડ ઉપર બાજુમાં રખડતા જણાવેલ જેથી સદર પશુઓને પકડી લઈ શહેરા નગરપાલિકા ખાતે જતા હતા તે દરમિયાન શહેરા પાલિકાની બોડીના સભ્ય અન્સારી કુરેશબાનું સલીમભાઈ તેમના પતિ સલીમભાઈ અન્સારી આવી ગયેલા અને જોરથી કહેવા લાગેલા કે પશુઓને માલિક કોને જાણ કર્યા વગર કેવી રીતે લઈ જાઓ છો કેમ ઉશ્કેરાઈ જઈને ઈસમ નગરપાલિકાના કર્મચારીને કહેવામાં આવ્યું કે મારા પશુઓને છોડી દે નહીં તો તારા ઉપર ગાડી ચડાવી દઈશ પતાવી દઈશ એવું જણાવી નગરપાલિકા ખાતે લઇ જતા પશુઓને રસ્તામાંથી તેવો બળજબરી પૂર્વક છોડાવી લઇ ગયેલ શહેરા નગર વિસ્તારમાં અડચણરૂપ પશુઓને પકડવાની કામગીરી કરનાર નગરપાલિકા કર્મીને ગાડી ચડાવી દેવાની ધમકી આપી પકડાયેલા પશુઓને બળજબરીપૂર્વક રીતે છોડાવી લઇ ગયેલ હતો જેથી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પોલીસ મથકે લેખિતમાં પત્ર મોકલાવી શહેરા પોલીસ સ્ટેશન ખાતે અડચણરૂપ થનાર સામે ફરિયાદ આપવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.