સુરતના પાલ ગામ લુહાર મહોલ્લામાં ખુલ્લી જગ્યામાં લોકો જુગાર રમતા હતા ત્યારે પોલીસ ત્રાટકી - At This Time

સુરતના પાલ ગામ લુહાર મહોલ્લામાં ખુલ્લી જગ્યામાં લોકો જુગાર રમતા હતા ત્યારે પોલીસ ત્રાટકી


- પોલીસને જોઈ નાસભાગ થઈ : છ પકડાયા, ચાર અંધારામાં ભાગી છૂટ્યા - રોકડ, છ મોબાઇલ ફોન અને એક્ટીવા મળી રૂ.86,290 નો મુદ્દામાલ કબજે સુરત,તા.27 ઓગષ્ટ 2022,શનિવાર સુરતના પાલ ગામ લુહાર મહોલ્લામાં એક મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં શુક્રવારે મધરાતે કેટલાક લોકો જુગાર રમતા હતા ત્યારે પોલીસ ત્રાટકી હતી. પોલીસને જોઈ ત્યાં નાસભાગ મચી જતા ચાર જુગારી અંધારામાં ભાગી છૂટ્યા હતા.જયારે પોલીસે છ જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.10,290, રૂ.68 હજારની મત્તાના 6 મોબાઈલ ફોન અને એક એક્ટીવા મળી કુલ રૂ.86,290 નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડીસીપી ઝોન 4 ની એલસીબી શાખાએ શુક્રવારે મધરાતે મળેલી બાતમીના આધારે 12.30 વાગ્યે  પાલ ગામ લુહાર મહોલ્લામાં મકાન નં.322 ની પાછળ ખુલ્લી જગ્યામાં રેઈડ કરતા ત્યાં કુંડાળું વાળી જુગાર રમતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.પોલીસને જોઈ ચાર જુગારી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. જયારે પોલીસે સ્થળ પરથી ચાર જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.10,290, રૂ.68 હજારની મત્તાના 6 મોબાઈલ ફોન અને કેવિન ઉર્ફે ચીકી પટેલનું એક્ટીવા ( નં.જીજે-05-પીએલ-1278 ) મળી કુલ રૂ.86,290 નો મુદામાલ કબજે કરી ભાગી છૂટેલા ચાર જુગારીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.કોણ કોણ ઝડપાયું (1) ડ્રાઇવીંગનું કામ કરતા વિજયકુમાર વસંતભાઈ સુથાર ( ઉ.વ.40, રહે.મકાન નં.322, કોળીવાડ, લુહાર મહોલ્લો, પાલ ગામ, અડાજણ, સુરત )(2) ખેડૂત કેવિન ઉર્ફે ચીકી વિનોદભાઈ પટેલ ( ઉ.વ.28, રહે.મકાન નં.227, બ્રાહ્મણ મહોલ્લો, ભાઠા ગામ, સુરત )(3) નોકરી કરતા શીતલકુમાર બાબુભાઇ પટેલ ( ઉ.વ.27, મકાન નં.285, પટેલ ફળિયું, પાલ ગામ, અડાજણ, સુરત )(4) નોકરી કરતા પિંકલકુમાર બળવંતભાઈ ભાઇ પટેલ ( ઉ.વ.27, આંબલી ફળિયું, કુંવાદ ગામ, ઓલપાડ, સુરત )(5) નોકરી કરતા મેહુલકુમાર શાંતિલાલ શાહ ( ઉ.વ.33, રહે. મકાન નં.13, શારદા રો હાઉસ, પાલ ગામ, અડાજણ, સુરત. મૂળ રહે.રામગઢ, જી.ચિત્તોડ, રાજસ્થાન ) (6) નોકરી કરતા કેવિનકુમાર શૈલેષભાઈ પટેલ ( ઉ.વ.33, રહે.મકાન નં.225, સાંઈ રચના રો હાઉસ, અડાજણ, સુરત ) કોણ કોણ ભાગી છૂટ્યા (1) શનિ કણબી પટેલ (2) ધર્મેશ કોળી પટેલ (3) કેતન ( રહે. મમતા હોસ્પિટલ પાસે, સરકારી આવાસમાં, અડાજણ, સુરત )(4) અજયકુમાર મનસુખભાઈ પટેલ ( રહે.કાછોલ ગામ, ઓલપાડ, સુરત )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.