ગાજરાવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો - At This Time

ગાજરાવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો


 વડોદરા,ગાજરાવાડી ગોમતીપુરામાં ગોકુલ નગરમાં ચાલતા જુગારધામ પર ડીસીબી પોલીસે  દરોડો પાડીને ૧૦ જુગારીઓને એક લાખ ઉપરાંતની મત્તા સાથે ઝડપી પાડયા છે.ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે,ગાજરાવાડી ગોમતીપુરામાં ગોકુલ નગરમાં રહેતો જીતુ રાયસીંગ વણજારા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે  રેડ  પાડીને (૧) જીતુ વણજારા (૨) ઇશ્વર હુકમસીંગ વણજારા (રહે.ગોકુલ નગર) (૩) ઇશ્વર નરસિંહભાઇ વણજારા (રહે.લક્ષ્મી નગર,આજવારોડ) (૪) વિપુલ રાજેન્દ્રભાઇ પ્રજાપતિ (૫) નિલેશ પરબતસિંહ વણજારા (બંને રહે.હઠીસીંગ નગર, ડભોઇ - વાઘોડિયા રીગરોડ) (૬) ભરત હરજીભાઇ વણજારા (૭)  કિશન હરજીભાઇ વણજારા (બંને રહે.કિશનવાડી ,વુડાના મકાનમાં )(૮) મધીયા હુકમસીંગ વણજારા (૯) નારાયણ ધર્માભાઇ વણજારા (બંને રહે.હનુમાનજી ટેકરી,ડભોઇ  રોડ) અને (૧૦)ગીરવરસીંગ ભીમસીંગ વણજારા(રહે.દશા માતાના મંદિર  પાસે,ડભોઇ - વાઘોડિયા રીંગરોડ) ને  ઝડપી પાડયા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૩૦,૮૫૦ , ૭ મોબાઇલ અને એક બાઇક મળીને કુલ  રૃપિયા ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબજે  કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.