PM મોદીના ભાઇ પ્રહલાદ મોદી 'બંગાળ રાશન મોડલ'ના મુરિદ બન્યા, કેન્દ્ર સામે કર્યા ધરણાં - At This Time

PM મોદીના ભાઇ પ્રહલાદ મોદી ‘બંગાળ રાશન મોડલ’ના મુરિદ બન્યા, કેન્દ્ર સામે કર્યા ધરણાં


- AIFPSDFનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું એક મેમોરેન્ડમ સુપરત કરશેનવી દિલ્હી, તા. 02 ઓગસ્ટ 2022, મંગળવારવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના (AIFPSDF) ઉપ પ્રમુખ પ્રહલાદ મોદી આજે જંતર-મંતર ખાતે ધરણા ઉપર છે. પ્રહલાદ મોદી અને અન્ય સભ્યો જંતર-મંતર ખાતે એકઠા થયા હતા અને સંગઠનની માંગણીઓને અનુલક્ષીને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, AIFPSDFનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું એક મેમોરેન્ડમ સુપરત કરશે. તેમણે જણાવ્યું હતું કે, સંગઠનની માંગણીઓને મેમોરેન્ડમમાં સૂચિબદ્ધ કરવામાં આવશે અને વડાપ્રધાનને તેનાથી માહિતગાર કરવામાં આવશે. વાસ્તવમાં AIFPSDFની 9 માંગણીઓ છે. તેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા વેચાવામાં આવતા ચોખા, ઘઉં અને ખાંડ તેમજ ખાદ્ય તેલ અને કઠોળના નુકસાન માટે વળતરની માંગણી પણ સામેલ છે. આ ઉપરાંત તેઓ મફત વિતરણના 'પશ્ચિમ બંગાળના રાશન મોડલ'ને  સમગ્ર દેશમાં અમલી કરવાની માંગણી પણ કરી રહ્યા છે. પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, બુધવારના રોજ AIFPSDF રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક યોજશે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.