લુણાવાડાના જીમી દરજીની ઇન્ડીપેન્ડસ કેમ્પમાં પસંદગી - At This Time

લુણાવાડાના જીમી દરજીની ઇન્ડીપેન્ડસ કેમ્પમાં પસંદગી


લુણાવાડા કોલેજના વિદ્યાર્થી જીમી દરજીની ૧૫મી ઓગસ્ટે દિલ્હી ખાતે યોજાનાર ઈન્ડીપેન્ડેન્સ કેમ્પમાં પસંદગી કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેના વિશ્વકર્મા કોચિંગ ક્લાસનો વિદ્યાર્થી અને મહીસાગર જીલ્લાની પી.એન.પંડ્યા આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજની એનસીસી યુનિટના ક્રેડેટ જીમીકુમાર એસ. દરજીની દિલ્હી ખાતે ૧૫મી ઓગષ્ટના રોજ યોજાનાર વર્ષ ૨૦૨૨ના ઈન્ડીપેન્ડેન્સ કેમ્પમાં પસંદગી થતાં વિશ્વકર્મા કોચિંગ ક્લાસ શહેરા અને લુણાવાડા કોલેજની એનસીસી યુનિટનું ગૌરવ વધાર્યું છે. જેને લઈને એનસીસી ઓફીસર કેપ્ટન ડો.આઈ. વી.ડામોર તથા મનજીત વિશ્વકર્મા અને વિશ્વકર્મા કોચિંગ ક્લાસ શહેરા પરિવાર દ્વારા જીમી દરજીને ઇન્ડીપેન્ડેન્સ કેમ્પમાં પસંદગી થવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon