મુખ્ય સચિવશ્રી પંકજકુમાર દ્વારા ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વાઘેલા જોડાયા: જિલ્લામાં કરાયેલા માઈક્રો પ્લાનિંગ અંગે કલેકટરશ્રીએ માહિતગાર કર્યા - At This Time

મુખ્ય સચિવશ્રી પંકજકુમાર દ્વારા ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વાઘેલા જોડાયા: જિલ્લામાં કરાયેલા માઈક્રો પ્લાનિંગ અંગે કલેકટરશ્રીએ માહિતગાર કર્યા


*મુખ્ય સચિવશ્રી પંકજકુમાર દ્વારા ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વાઘેલા જોડાયા: જિલ્લામાં કરાયેલા માઈક્રો પ્લાનિંગ અંગે કલેકટરશ્રીએ માહિતગાર કર્યા*
*************
ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષનો ભવ્ય ઉત્સવ એવા આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા આપણા દેશના રાષ્ટ્રધ્વજના સન્માનમાં તારીખ ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન રાજ્યના દરેક જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થનાર છે. “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વરચ્યુઅલી બેઠક ગુજરાતના ચીફ સેક્રેટરીશ્રી પંકજકુમાર અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર અને સંબંધિત વિભાગના સચિવ શ્રીઓની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને કાર્યક્રમ સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ સંદર્ભમાં કરેલા આયોજન અને ઇનોવેટિવ આઇડિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા દ્વારા જિલ્લામાં કરાયેલા માઈક્રો પ્લાનિંગ અને કાર્ય યોજના અંગે વિગતો આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન શાહ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાને મિશન મોડ પર કઈ રીતે લઈ જવાશે તેની રૂપરેખા આપી હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાલ વાઘેલા તથા અધિક નિવાસી કલેકટર શ્રી અને સંબંધિત અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં તારીખ ૧૩ થી ૧૫ દરમિયાન ગ્રામ્ય અને શહેરી લેવલે તમામ દુકાનો ઉદ્યોગગૃહો અને વેપાર ગૃહ, સરકારી અને ખાનગી કચેરીઓ સહિતની તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાય તેમજ સખીમંડળ, સસ્તા અનાજની દુકાનો, સરકારી ભવનો. ડેરી, ઉત્પાદન બજાર સમિતિ તથા ગ્રામ પંચાયતો ઉપર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવાય તેવી વ્યૂહરચના ઘડવામાં આવી છે અને આંગણવાડી, આશાવર્કર, ગ્રામસેવક, તલાટી વગેરેનો સહયોગ લઇ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રધ્વજને યોગ્ય સાઈઝ, ખરીદ, વેચાણની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે જેમાં સ્થાનિક પદાધિકારીઓ અને ચૂંટાયેલા લોકોને પણ સામેલ કરવામાં આવશે અને યોગ્ય પ્રસાર-પ્રચાર માટે સોશિયલ મીડિયા અને ટ્વીટર હેન્ડલ તેમજ હોર્ડિંગ્સ બેનર્સ દ્વારા પણ લોકજાગૃતિ અને રાષ્ટ્રભાવના જગાડવા પૂરતો પ્રયાસ કરવામાં આવશે. શાળા-કોલેજમાં હરીફાઈ, પ્રભાતફેરી, રેલી પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્સાહભેર વધુમાં વધુ લોકો ભાગ લઇ રાષ્ટ્રધ્વજ અને દેશ માટેની આપણી ગર્વની લાગણી વ્યક્ત કરવા માટે તમામને નમ્ર અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.