ગઈ કાલ ત્રીજા નવરાત્રી પ્રસંગે કલેકટર શ્રી તથા sp sir પોલીસ હેડ કવાર્ટર ખાતે ગરબામાં હાજર રહેલ.. - At This Time

ગઈ કાલ ત્રીજા નવરાત્રી પ્રસંગે કલેકટર શ્રી તથા sp sir પોલીસ હેડ કવાર્ટર ખાતે ગરબામાં હાજર રહેલ..


સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર્સ ગ્રાઉંડ ખાતે સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યુ. ત્રીજા નોરતા ની રાતે જિલ્લા કલેક્ટર શ્રી નૈમેષ દવે સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ દ્વારા માતાજી ની પૂજા-આરતી ઉતારી, ખેલૈયાઓ માટે ગરબા નો શુભારંભ કરવવામાં આવ્યો. જેમાં મુખ્ય ગાયક કલાકાર રાકેશ બારોટઓએ ગરબા ની રમઝટ બોલાવી હતી. પોલીસ ની સુરક્ષા અને સલામતી વચ્ચે ગરબા રસિયાઓ ગરબા રમવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ નવરાત્રી કાર્યક્રમ દરમ્યાન મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સાબરકાંઠા પોલીસ ની SHE ટીમ સિવિલ ડ્રેસ માં પબ્લિક વચ્ચે ઉપસ્થિત રખાવામાં આવેલ હતી. આમ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ તથા સાબરકાંઠા પોલીસ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ નું ખુબ જ ઉમદા આયોજન કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.