પોરબંદર અને માંગરોળ પંથકમાં ભગવતીમાં મંમાઈ માતાજીના પુંજ ઉત્સવ ૨૨ થી ૨૪ ઓક્ટોબર સુધી ભારે ધામધુમથી ઉજવાશે - At This Time

પોરબંદર અને માંગરોળ પંથકમાં ભગવતીમાં મંમાઈ માતાજીના પુંજ ઉત્સવ ૨૨ થી ૨૪ ઓક્ટોબર સુધી ભારે ધામધુમથી ઉજવાશે


દુધમલીયા રબારી સમાજમાં પુંજ ઉસ્તવને લઈને ભારે ઉસ્કંઠા, પુંજ ના ખબર પહોચાડવા પીછેઘર યુવાનો ગામડે ગામડાં પગપાળા ખુંદી રહ્યા છે. પુંજ ઉસ્તવમાં કોઈ બંદોબસ્તની જરૂરત રહેતી નથી સ્વયંમ રક્ષે છે.*

વિરમભાઈ કે. આગઠ દ્રારા ગોસા(ઘેડ) તા.૧૮/૧૦/૨૦૨૩
વર્તમાન વિક્રમ સવંત ૨૦૭૯ તારીખ ૧૫/૧૦/૨૦૨૩ ને રવિવારના આસો સુદ -૧થી શરદ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયેલ છે. ત્યારે આ નવરાત્રી મહોત્સવમા માં જગદંબાના ગરબા ઘુમવા ગાવામાં સ્વદેશી ભારતીય સંસ્કૃતિ ભુલાતી જાય છે.અને વિદેશી કલચરનું મ્હોરું પહેરી તેની સંસ્કૃતિનો નવરાત્રી મહોત્સવમાં લૂણો લાગ્યો છે. પરંતુ વરસોથી પ્રાચીન પરંપરાગત વારસો પણ ભૂલાતો નથી. તેમજ ઉતરો ઉતર વંશ પરંપરાગત અમર વારસો જળવાઈ રહેલ છે. તેમાં ધાર્મિક સંસ્કૃતિમાં હસ્તક્ષેપ થતો નથી. સમયના બદલાતા પ્રવાહ સાથે ફેરફાર થયો છે પરંતુ મૂળમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે પ્રાચીન ધાર્મિક સંસ્કૃતિ જે વંશપરંપરાગત જળવાઈ રહેલ છે. તેમાં પણ તળપદી વસ્તી કે જે આદિવાસી માલધારી રબારી તરીકે ઓળખાય છે આ વસ્તી મોટે ભાગે બરડા ડુંગર વિસ્તારમાં નેહડા બાંધી રહે છે જંગલ વિસ્તારના નેહડામાં રહે છે પાંચ પચ્ચીસ કુટુંબનો સંયુક્ત વસવાટ હોય છે આઅ જ્ઞાતિની ખાસીયત્ત એ છે કે નેહડા યા ગ્રામ્ય વિસ્તાર, શહેરમાં એક જ મહોલ્લા વિસ્તારમાં રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં જેને રબારીનેશ યા રબારી કેળા તરીકે ઓળખાય છે. આ જ્ઞાતિમાં ભાગ્યેજ મન દુઃખના પ્રસંગો ઊભા થતા હોય છે. છતાં જ્યારે પણ જ્ઞાતિનો પ્રશ્ન આવે ત્યારે મન દુ:ખ હોય તો પણ એક સાથે જ બેસતા હોય છે. શહેર વિસ્તારમાં આવતા શહેરીજનો બની જાય છે.પહેલા આ માલધારી રબારી જ્ઞાતિ ઘેટાં બકરા રાખતા તેમજ ખેતી પણ કરતા હતા અને મોટે ભાગે તેમ જ તેનું જીવન ચલાવતા હતા. અને શિક્ષણનું પ્રમાણ અલ્પ પ્રમાણમાં હતું પરંતુ સમયના બદલાતા પ્રવાહમાં અત્યારે આ જ્ઞાતિમાં શિક્ષણનું પ્રમાણ આવવા લાગેલ છે જેના પરિણામે અત્યારે આ રબારી જ્ઞાતિના સમાજમાંથી ઉચ્ચ અધિકારી સુધી,વકીલાત તો કેટલાક પોલીસ અધિકારી, રેવન્યુ વિભાગ, એસ.ટી.માં, ડોકટર તેમજ રાજકીય કક્ષાએ પણ પ્રધાનમંત્રી સુધી પહોંચેલ છે તેમ છતાં માલધારી જ્ઞાતિમાં રૂઢિચુસ્ત ધાર્મિક પ્રાચીન સંસ્કૃતિ સામાજિક વારસો જાળવી રાખ્યો છે.
પછાત ગણાતી આ રબારી, માલધારી જ્ઞાતિમાં દૈવી શ્રદ્ધાનું પ્રેરકબળ પણ તેટલુ જ છે એકમાત્ર તેમની ઇષ્ટ દેવી મંમાઈ માતાને શ્રદ્ધા પૂર્વક માને છે જ્યારે જૂને પેઢીના બુજર્ગો આજે પણ મંમાઈ માતા સમક્ષ સુખે દુ:ખે ધા નાખે છે જેને જાણકારી નથી તેવી વેદ રૂસા ભાષામાં સરજો ગાઈ માતાજીની સ્તુતિ વંદના કરી અંતર વેદના ઠાલવે છે. રબારી સમાજના લોકે દ્રારા ગવાતી સરજો પણ જેમ જેમ મોડી રાત્રીના ઠંડો પ્રવાહ શરૂ થાય તેમ તેમ દૂર બેસી શ્રવણ કરો તો પણ ઉઠવાનું મન થાય નહીં અને સાંભળીએ જ રાખીએ તેવા મંમાઈ માતાજીના પૂજ ઉત્સવ શરદ નવરાત્રીમાં મંમાઈ માતાજીની કૃપા દ્રષ્ટિ થાય તો ભારે ધામધુમ પૂર્વક ઉજવાય છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં મળીને કુલ ૨૭ મંમાઈ માતાજીમા મઢ આવેલા છે. જેમાં પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં દશ (૧૦) મંમાઈ માતાજીની મઢની જગ્યાઓમાં આવેલી છે.
જેમાં જુનાગઢ જીલ્લામાં મંમાઈ માતાજીની જગ્યાઓમાં સીડોકર, ચોરવાડ, લોએજ, સાંગાવાડા ડેરી, ડારી.દીવાસા અને માંગરોળ આમ સાત (૭) મઢ આવેલા છે. જ્યારે પોરબંદર જીલ્લામાં (ઘેડ) ઓડદર અને બળેજ તેમજ બરડા વિસ્તારમાં વિસાવાડા આમ ત્રણ (૩) મઢ આવેલા છે.
આ વર્ષે મંમાઈ માતાજીના મઢ ખાતે પુંજ થશે કે કેમ તે નક્કી કરવા જુદા જુદા મઢની પરંપરાગત પ્રમાણે ભાદરવા વદ ૧૩ કે ૧૪ તેમજ અમાસ કે આસોસુદ ૧ પ્રથમ નવરાત્રીએ સોરઠીયા દુધમલીયા રબારી સમાજમાં પુજનીય ભગવતીમાં મંમાઈ માતાજીના મઢમાં ભુવાઆતા દ્રારા માતાજીની શાખમાં આશ્થા માંગવામાં આવે છે.આ વરસે ગુજરાત સૌરાષ્ટ્ર્મા મંમાઈ માતાજીના ૨૭ મઢોમાંથી માતાજીની ક્રુપાથી પુંજ ઉસ્તવની દયા થતાં ૧૧ મઢોમાં પુંજ મહોસ્તવ યોજાશે. જેમાં જૂનાગઢ જીલ્લાના માંગરોળ કે જ્યા વર્ષ ૨૦૦૨ની સાલથી સ્થાપના થયેથી અવિરત મંમાઈ માતાજીની ક્રુપા દ્રષ્ટી વરસતા પુજ મહોસ્તવ થાય છે.આ સાલ પણ પુજ મહોસ્તવ થશે. અને બીજી પુંજ સાંગાવાડા ડારી ખાતે ઉજવાશે. જ્યારે પોરબંદર જીલ્લામાં બળેજ અને વીસાવાડા મંમાઈ માતાજીના મઢ ખાતે પુંજ મહોસ્તવ ઉજવાશે.
જ્યારે અન્ય પ્રાંતમાં ગુરગટ મઢ,વિરમદળ મઢ, બેડ મઢ, એલમપર મઢ, ખાનકોટડા મઢ, અને દલવાડા આ મંમાઈ માતાજીના મઢ ખાતે તેમની પરંપારગત પ્રમાણે પુંજ ઉસ્તવ ઉજવાશે.
સોરઠીયા રબારી સમાજને આ મોમાઈ માતાજી ના પૂજ મહોત્સવની વાત જાણવા જેવી હોય છે. રબારીઓએ કૈલાશ માન સરોવરમાંથી હંસ પર બિરાજમાન થઈ આવેલા મોમાઈ માતાજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે અને રબારી માલધારી આ જ્ઞાતિઓને શ્રદ્ધાને દેવીમાં મોમાઈ માતાજી ની પૂજા માટે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં મોમાઈ માતાજીના મઢો આવેલા છે.
સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં મોમાઈ માતાજીના દસ મોઢ આવેલા છે. જેમાં જુનાગઢ જિલ્લામાં ચોરવાડ ,સીડોકર, લોએજ , ડારી.ડેરી , દિવાસા અને માંગરોળ આ સાત મઢ મોમાઈ માતાજીના જુનાગઢ જિલ્લામાં આવેલા છે જ્યારે પોરબંદર જિલ્લામાં ઓર્ડર અને બળેજ તેમજ બરડા વિસ્તારમાં ખાતે મુંબઈ માતાજીના મઢ આવેલા છે.
વર્ષે પૂજ્ય થશે કે કેમ તે નક્કી કરવાની પણ એક અનોખી વિધિ હોય છે. જે તે રબારી સમાજના ભગવતી માં મોમાઈ માતાજીના મઢોમાં માતાજીની શેખમાં આસ્થા માગવામાં આવે છે અને માતાજીની દયાથી મોમાઈ માતાજીના પૂજ્ય મહોત્સવને રજા મળે તો દૂધમલીયા રબારી સમાજ આમ ભુજ મહોત્સવને ભારે ઉમંગ અને ધામધૂમથી ઉજવે છે ત્યારે આ સાલ પોરબંદર અને જુનાગઢ જિલ્લામાંથી ૧૦ મઢમાંથી પોરબંદરના બરડા વિસ્તારના વિસાવાડા ખાતે તેમજ પોરબંદરના ઘેડ વિસ્તારના બળેજ ઘેડ ખાતે આવેલ મોમાઈ માતાજીના મઢમાં પૂજ ઉત્સવની ઉજવવાની મોમાઈ માતાજી કૃપા થતાં આજ્ઞા થતાં પૂજ મહોત્સવ ભારે ઉમંગથી ઉજવવા છે.
જ્યારે જુનાગઢ જિલ્લામાં સાત મઢમાંથી સાંગાવાડા ડેરી અને માંગરોળ ખાતે આવેલ મોમાઈ માતાજીના મઢમાં ભુજ નો ઉત્સવ ઉજવાશે.માંગરોળ અને સાંગાવાડા ડેરી મંમાઈ માતાજીના મઢ માં આઠમ (૮) મા નોરતે રબારી સમાજ્ના હજારોની સંખ્યામાં અબાલ વ્રુધ્ધો,ભાઈઓ-બહેનો પોતાના અસલી વંશ્પરંપરગત વેશ પરિધન કરી ને જશે. જ્યારે આઠમાં નોરતે હોમ-હવન યોજાશે. અને નવમાં નોરતે પૂંજનો ઉત્સવ મનાવાય છે જેમાં માતાજીની આરતી અને પૂજા વિધિ બાદ ગોળ અને ઘી ચોખા રબારીઓ પ્રસાદી રૂપે લે છે જેને પીણી કહેવામાં આવે છે.આ પુંજ ઉત્સવના બંને દિવસોએ પ્રસાદીરૂપે અનક્ષેત્ર ચાલુ જ હોય છે
જ્યારે પોરબંદર જિલ્લામાં ત્રણ મઢમાંથી બળેજ અને વીસાવાડા મંમાઈ માતાજીના મઢ ખાતે પુંજ મહોસ્તવ ઉજવાશે. વિસાવાડા અને બળેજ મંમાઈ માતાજીના મઢ માં નોમ (૯)મા નોરતે રબારી સમાજ્ના હજારોની સંખ્યામાં અબાલ વ્રુધ્ધો,ભાઈઓ-બહેનો પોતાના અસલી વંશ્પરંપરગત વેશ પરિધન કરી ને જશે. જ્યારે દશમાં નોરતે (દશેરાએ) હોમ-હવન યોજાશે. અને દશમાં (દશેરાએ) પૂંજનો ઉત્સવ મનાવાય છે
જુનાગઢ જિલ્લાના તેમજ પોરબંદર જિલ્લામાં આવેલ સોરઠીયા રબારી સમાજના ભગવતી માં મંમાઈ માતાજીના શીખમાં આસ્થા મળતા મંમાઈ માતાજીના મઢ થી ઉજવણીના ખબર ખોરડે ખોરડે પહોંચાડવા હજારોની સંખ્યામાં દૂધમલીયા રબારી સમાજના પીછીઘર યુવાનો ધજા લઈને ગામડે ગામડાં પગપાળા ખુદી રહ્યા છે. ત્યારે ધજા લઈને જતા આ રબારી સમાજના ભાઈઓને શિષ્ટ અને નિયમનુ પાલન કડક રીતે કરવું પડતું હોય છે પુંજ બે દિવસનો મનાવવામાં આવે છે આસો સુદ આઠમ અને આસો સુદ નોમ એમ બે દિવસ મનાવવામાં આવશે નોમ અને દશમ એમ બે દિવસ પુંજ ઉત્સવને પ્રસાદી તે રૂપે પીણી યોજાશે પહેલા દિવસે હોમ હવન હોય છે અને બીજા દિવસે પૂંજનો ઉત્સવ હોય છે જેમાં માતાજીની આરતી અને પૂજા વિધિ બાદ ગોળ અને ઘી ચોખા રબારીઓ પ્રસાદી રૂપે લે છે જેને પીણી કહેવામાં આવે છે.આ પુંજ ઉત્સવના બંને દિવસોએ પ્રસાદીરૂપે અનક્ષેત્ર ચાલુ જ હોય છે વળી રબારી જ્ઞાતિ સમાજની ખાસ વિશિષ્ટતા એ છે કે લાખો હજારોની સંખ્યામાં લોકો આ પુંજ ઉત્સવમાં એક જ જગ્યાએ ભેગા થવા છતાં કોઈ પ્રોટેક્શન કે બંદોબસ્તની આ જ્ઞાતિના ઉત્સવમાં જરૂર પડતી નથી અને સ્વયં શિસ્તની ભાવનાથી શાંતિપૂર્વક આ પુંજ ઉત્સવ મનાવાય છે જમવા પીવાની વ્યવસ્થા પણ રબારી સમાજના લોકો સ્વયં પોતે જાતે જ કરી લેતા હોય છે
આમ પુંજ એ માતાજીની પૂજા અર્ચના ઉત્સવની સાથે સાથ રબારીઓને આસ્થા અને એક બીજા પ્રત્યે લાગણીઓ અને હર્ષોલાશનું પર્વ બની જાય છે અને હજુ પણ પ્રાચીન સંસ્કૃતિઓને જાળવી રાખનાર આ રબારીઓન્ર્ર દેવીમાં મંમાઈ માતાજીના પુંજનો અનોખો અને વિશિષ્ટ ઉત્સવ બની રહે છે આ કોમની સુવિધા શુરવિરતા વિશે એક દોહો મળ્યો છે.
*જુજે ચડીયો જામ, બેઠા દાણી બાખી રે.*
*રાણે કરી રાવ, ત્યારે રંગ રાખ્યો રબારીએ*
મંમાઈ માતાજીના પુંજના ઉત્સવ નિમિત્તે માતાજીને કોટી.....કોટી બંદન પ્રાસંગિક :-
વિરમભાઈ કે આગઠ
ગોસા(ઘેડ) મો.૯૦૬૭૦૩૫૧૫


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.